પર્યાવરણના જતનને ઠેંગો બતાવીને ઝાડને બનાવવામાં આવ્યું બસ-સ્ટૉપ

10 September, 2021 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝાડ સજીવ હોવાથી એના પર ખીલો મારવો ગુનો છે. આમ છતાં મીરા રોડમાં ઝાડ પર બસ-સ્ટૉપનું પાટિયું લગાડેલું જોવા મળે છે અને એનો તીવ્ર વિરોધ કરાઈ રહ્યો છે.

પર્યાવરણના જતનને ઠેંગો બતાવીને ઝાડને બનાવવામાં આવ્યું બસ-સ્ટૉપ

ઝાડ લગાડો, ઝાડનું જતન કરો એવો સંદેશ આપનારી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ હોંશે-હોંશે લગાડેલા ઝાડને જ બસ-સ્ટૉપ બનાવીને પર્યાવરણનું જતન કરવાના ઉપક્રમોને ઠેંગો દેખાડ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. પર્યાવરણનું જતન કરવા માટે સુધરાઈએ અનેક ઉપક્રમો હાથ ધર્યા છે અને એના માટે લાખો રૂપિયા ખર્ચ પણ કરે છે તેમ જ ઝાડ પર કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા પર પ્રતિંબધ પણ મુકાયો છે. એમ છતાં સુધરાઈએ જ મીરા રોડના કાણકિયા, પૂનમ ગાર્ડન, હાટકેશ અને અન્ય અમુક જગ્યાએ બસ-સ્ટૉપનાં બોર્ડ ઝાડ પર જ લગાડ્યાં છે. ઝાડ સજીવ હોવાથી એના પર ખીલો મારવો ગુનો છે. આમ છતાં મીરા રોડમાં ઝાડ પર બસ-સ્ટૉપનું પાટિયું લગાડેલું જોવા મળે છે અને એનો તીવ્ર વિરોધ કરાઈ રહ્યો છે. આ સંદર્ભે સુધરાઈને ફરિયાદ કરીને ઝાડ પર બસ-સ્ટૉપનું બૅનર લગાડનાર સંબંધિત અધિકારી અને કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ ગુનો નોંધવાની માગણી કરાઈ છે.

mumbai news Mumbai mira road