PMC બૅન્ક કૌભાંડમાં મિની પંજાબ રેસ્ટોરાંના માલિકની અકારણ બદનામી?

09 October, 2019 01:57 PM IST  |  મુંબઈ | વિનોદ કુમાર મેનન

PMC બૅન્ક કૌભાંડમાં મિની પંજાબ રેસ્ટોરાંના માલિકની અકારણ બદનામી?

PMC બેન્ક હોલ્ડર મિની પંજાબ રેસ્ટોરનટમાં

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉ-ઓપરેટિવ(પીએમસી) બૅન્કના કૌભાંડમાં કારણ વગર બદનામ થઈ રહ્યા હોવાનો દાવો બાંદરા (પશ્ચિમ)ના મિની પંજાબ રેસ્ટોરાંના માલિક કુલદીપસિંહ અરોરા કરી રહ્યા છે. રવિવારે સાંજે ચાર વાગ્યે મિની પંજાબ રેસ્ટોરાંની બહાર પીએમસી બૅન્કના કેટલાક ખાતેદારોએ રેસ્ટોરાંની સામે કરેલા વિરોધ પ્રદર્શનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી અરોરા અસ્વસ્થ થયા છે. ૫૭ વર્ષના કુલદીપસિંહ બૅન્કના મૅનેજમેન્ટ સાથે સંકળાયેલા હોવાનું અને બૅન્કના ડિરેક્ટરના નિકટવર્તી હોવાનું દેખાવકારો માને છે.

બે દાયકાથી બાંદરામાં ચાલતી રેસ્ટોરાંના પ્રોપ્રાઇટર કુલદીપસિંહ અરોરાએ જણાવ્યું હતું કે ‘લોકોને મિની પંજાબ હોટલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં જોઈને મને આશ્ચર્ય થયું હતું. પીએમસી બૅન્કના ડિરેક્ટર્સની સાથે અમારે કોઈ સંબંધ નથી. અમે પોતે એ બૅન્કની સાયન અને બાંદરા(પશ્ચિમ)ની શાખાઓમાં ખાતેદાર છીએ. બૅન્કના એક ડિરેક્ટર સુરજિતસિંહ અરોરા અમારા દૂરના સંબંધી છે. એમનો કૅટરિંગનો બિઝનેસ છે. એમને અમારી રેસ્ટોરાં સાથે કોઈ સંબંધ નથી.’

mumbai news