નવરાત્રિમાં ભાઈંદરમાં બે હજાર મહિલાઓનું કરાયું અપમાન

01 October, 2019 10:40 AM IST  |  મુંબઈ

નવરાત્રિમાં ભાઈંદરમાં બે હજાર મહિલાઓનું કરાયું અપમાન

મુંબઇ મેરી જાન

એક તરફ દેશભરમાં નારીશક્તિના પ્રતીક રૂપ એવા નવરાત્રિની ધામધૂમથી ઉજવણીની સાથે પૂજા-અર્ચના ચાલી રહી છે ત્યારે ભાઈંદરમાં મહિલાઓ દ્વારા આયોજિત નવરાત્રિમાં કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ એક વગદાર નેતાએ બંધ કરાવીને બે હજાર મહિલાઓનું અપમાન કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ભાઈંદરમાં મૅક્સસ મૉલની પાછળના પપાયા ગ્રાઉન્ડની સામેના ડૉમમાં કેટલીક મહિલાઓ દ્વારા બપોરના સમયે નવ દિવસના કાર્યક્રમનું આયોજન મીઠાલાલ ઍન્ડ ભરત ચૅરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરાયું હતું. પહેલા દિવસે કાર્યક્રમ થયો હતો, પરંતુ રવિવારે મોડી રાત્રે જેણે ડૉમ બાંધ્યો હતો તેને એક નેતાએ ધમકીભર્યો ફોન કર્યો હતો કે ડૉમ જાતે નહીં તોડે તો પાલિકાની ટીમ આવીને તોડી નાખશે. આથી ગભરાઈ ગયેલા ડૉમ બાંધનારાએ નવ દિવસ માટે બુક કરાયેલો કાર્યક્રમ રદ કરવાનું આયોજકોને કહીને ડૉમ ખાલી કરી દેવાનું કહ્યું હતું.

આ વિશે મીઠાલાલ ઍન્ડ ભરત ચૅરિટેબલ ટ્રસ્ટ વતી ભૂતપૂર્વ મેયર અને બીજેપીનાં નગરસેવિકા ગીતા જૈને પત્રકારોને કહ્યું હતું કે કોઈની અમારી સાથે દુશ્મની હોય તો એ અમારી સામે લડે, પણ શહેરની મહિલાઓએ આયોજિત કરેલા કાર્યક્રમ બંધ કરાવીને સ્ત્રીઓનું અપમાન કરવું યોગ્ય નથી.

bhayander mumbai mumbai news