વરલીની આગમાં મહિલા સહિત બે ફાયર-ફાઇટર જખમી

30 December, 2018 09:10 AM IST  | 

વરલીની આગમાં મહિલા સહિત બે ફાયર-ફાઇટર જખમી

વરલીમાં આવેલા સાધના હાઉસમાં લાગેલી આગને બુઝાવી રહેલા ફાયર-ફાઇટર્સ. તસવીર : આશિષ રાજે

ગઈ કાલે મુંબઈમાં બે સ્થળે આગની ઘટના બની હતી. ગઈ કાલે સાંજે પોણાપાંચ વાગ્યે વરલીમાં મહિન્દ્ર ટાવરની પાછળ BDD ચાલની સામે આવેલા ચાર માળના સાધના હાઉસમાં આગ લાગી હતી. બિલ્ડિંગના ભોંયતળિયે રાખવામાં આવેલા કેમિકલ્સ અને મેડિકલના સ્ટૉકને કારણે આગ લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. આગને કાબૂમાં લેવા ૧૪ ફાયર-એન્જિનો કામે લગાડવામાં આવ્યાં હતાં. આગ બુઝાવવાના પ્રયાસમાં એક મહિલા સહિત બે ફાયર-ફાઇટર્સને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પોદાર હૉસ્પિટલ અને KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કમલા મિલ્સ આગ: ખુશ્બૂ ભણસાલીના પરિવારની અનોખી સેવાવૃત્તિ

બીજા બનાવમાં ગઈ કાલે સવારે દસ વાગ્યે કમલા મિલ્સ કમ્પાઉન્ડ નજીક આવેલા બંધાઈ રહેલા એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા પાંચ ફાયર-એન્જિનો કામે લગાડવામાં આવ્યાં હતાં. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

worli mumbai news