પતિની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા સૈન્યમાં લેફ્ટનન્ટ તરીકે જોડાશે પત્ની

24 February, 2019 08:37 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

પતિની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા સૈન્યમાં લેફ્ટનન્ટ તરીકે જોડાશે પત્ની

ભોપાલ સેન્ટરમાં એક્ઝામ વખતે ગૌરી મહાડિક અને પતિ શહીદ મેજર પ્રસાદ મહાડિક

ભારતના જવાનો સાથે તેમના પરિવારમાં પણ એટલી જ દેશભક્તિ, દેશ માટે કંઈ પણ કરવાની ચાહના હોવાથી જવાનો ખૂબ જોશથી દેશની સુરક્ષા કરવામાં ફોકસ કરી શકતા હોય છે. આવું એક જ્વંલત ઉદાહરણ છે વિરારના શહીદ જવાનના પરિવારનું. ૨૦૧૭ના ડિસેમ્બરમાં મેજર પ્રસાદ મહાડિક આગના બનાવમાં શહીદ થયા હતા. દીકરાને ગુમાવતાં પરિવાર ચોક્કસ દુ:ખી તો થયો જ હતો, પરંતુ દીકરાની દેશ માટે કંઈ કરવાની ઇચ્છાને પરિવારે જીવંત રાખી હતી. એથી જ શહીદ મેજરની ૩૨ વર્ષની વિધવા પત્ની ગૌરી મહાડિક પૂરી રીતે તૈયાર છે ઇન્ડિયન આર્મીમાં સામેલ થવા. પતિને ખરી શ્રદ્ધાંજલિ આપવા ગૌરીએ ઇન્ડિયન આર્મીમાં જોડાવા નર્ણિય લીધો. ગૌરીએ ચેન્નઈમાં ઑફિસર્સ ટ્રેઇનિંગ ઍકૅડેમીમાં પોતાની ટ્રેઇનિંગ પૂરી કરી લીધા બાદ વૉર વિડો માટેની નૉન-ટેãક્નકલ કૅટેગરીમાં લેફ્ટનન્ટ તરીકે ગૌરી મહાડિક જોડાશે.

વિરાર (વેસ્ટ)ની ગોકુલ ટાઉનશિપમાં શહીદ મેજર પ્રસાદ મહાડિકનો પરિવાર રહે છે. ૨૦૧૭ની ૩૦ ડિસેમ્બરે શહીદ મેજરનું અરુણાચલ પ્રદેશના તવાંગ ડિસ્ટ્રિક્ટમાં આવેલી ઇન્ડો-ચાઇના બૉર્ડર પાસે પોસ્ટિંગ થયું હતું ત્યાં તેમના શેલ્ટરમાં અચાનક આગ લાગી જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો. શહીદ મેજર પ્રસાદે અંધેરીની ભવન્સ કૉલેજથી ગ્રૅજ્યુએશન પૂÊરું કર્યું અને ૨૦૧૨ના માર્ચ મહિનામાં તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. બિહાર રેજિમેન્ટની ૭ બટૅલ્યનમાં મેજર પ્રસાદ શ્રેષ્ઠ ઑફિસરમાંના એક હતા. મેજર પ્રસાદને તેમના મૂળ ગામ ગુહાગરમાં એક મિલિટરી ઍકૅડેમી શરૂ કરવાની ઇચ્છા હતી, જેથી યુવકો ઇન્ડિયન આર્મી જૉઇન કરી શકે છે.

ગૌરી મહાડિક તેમનાં સાસુ-સસરા સાથે રહે છે અને શહીદ મેજર સાથે તેમનાં ૨૦૧૫ની ૧૫ ફેબ્રુઆરીએ લગ્ન થયાં હતાં. ગૌરી ક્વૉલિફાઇડ લૉયર છે અને કંપની સેક્રેટરી તરીકે કામ કર્યું છે. વરલીમાં લૉ ફર્મમાં પણ કામ કર્યું હતું. આર્મીમાં જોડાવા વિશે માહિતી આપતાં ગૌરી મહાડિકે જણાવ્યું હતું કે ‘ઇન્ડિયન આર્મીમાં જોડાઈને હું મારા પતિને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માગું છું. લૉ ફર્મને છોડીને હું આર્મીમાં જોડાવા સખત મહેનત કરી રહી છું. આર્મીમાં જોડાવા જે ટેસ્ટ હતી એમાંથી હું પસાર થઈ છું. મને અને મારા પરિવારને ગર્વ છે કે અમે પ્રસાદની દેશ માટે કંઈ કરવાની ઇચ્છાને આગળ વધારી રહ્યા છીએ.’

 આર્મીની એક્ઝામ વિશે માહિતી આપતાં ગૌરીએ કહ્યું હતું કે ‘હું સર્વિસ સિલેક્શન ર્બોડની એક્ઝામમાં બેઠી હતી જે ૩૦ નવેમ્બરથી લઈને ૪ ડિસેમ્બર ૨૦૧૮ સુધી હતી. આ એક્ઝામ શહીદ જવાનોની વિધવાઓ આપતી હોય છે. ભોપાલ, અલાહાબાદ અને બૅન્ગલોર સેન્ટરમાંથી ક્વૉલિફાઇડ થઈને આવેલી ૧૬ ઉમેદવારો હતી. ત્યાંથી અમને એન્ટ્રન્સ ટેસ્ટ માટે સીધી સિલેક્ટ કરવામાં આવી હતી. મારો સારો પફોર્ર્મન્સ રહ્યો અને પરીક્ષામાં ટૉપ કરતાં મને પ્રતિષ્ઠિત બ્વ્ખ્માં ટ્રેઇનિંગ લેવાનો ચાન્સ મળ્યો હતો. ૪૯ વીકની ટ્રેઇનિંગ બાદ ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં હું ચેન્નઈમાં બ્વ્ખ્માં જોડાઈશ. એ બાદ ૨૦૨૦ના માર્ચ મહિનામાં ઇન્ડિયન આર્મીમાં હું જઈશ. OTA પાસ કર્યા બાદ ઇન્ડિયન આર્મીની કૉમ્બેટિવ વિન્ગ્સમાં મહિલાઓને અલાઉડ ન હોવાથી હું અન્ય વિન્ગ્સમાં જઈશ. ૨૦૨૦ના માર્ચ મહિનામાં ગ્રીન યુનિફૉર્મમાં હું લેફ્ટનન્ટ ગૌરી પ્રસાદ મહાડિક તરીકે ઓળખાઈશ. મારા પતિને આનાથી મોટી શ્રદ્ધાંજલિ શું હોઈ શકે છે?’

આ પણ વાંચોઃ મુંબઈ: ફિલ્મોને પાઇરસીથી બચાવે છે SSC ડ્રૉપઆઉટ આ ગુજરાતી

નવાઈની વાત છે કે પતિ-પત્નીનો એક જ નંબર આવ્યો એમ કહેતાં ગૌરી મહાડિક કહે છે કે ‘ચેન્નઈમાં બ્વ્ખ્માં સિલેક્ટ થવા પહેલાં મેજર મહાડિકે જે પરીક્ષા આપી એમાં તેમનો ચેસ્ટ નંબર ૨૮ હતો અને ભોપાલના સેન્ટરમાં ઇન્ટરવ્યુ આપવા ગઈ ત્યારે મારો પણ ચેસ્ટ નંબર ૨૮ હતો.’

mumbai news