ત્રણ મહિના પછી પણ બીએમસી અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન માટે જગ્યા શોધી રહી છે

06 January, 2020 12:10 PM IST  |  Mumbai Desk

ત્રણ મહિના પછી પણ બીએમસી અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન માટે જગ્યા શોધી રહી છે

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ત્રણ મહિના અગાઉ ૪ કરોડ રૂપિયા અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન માટે મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેઓ જગ્યા શોધી જ રહ્યા છે. બીએમસીએ ગયા વર્ષે અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન માટે મંજૂરી આપી હતી. ત્યાર બાદ સ્થાયી સમિતિની મીટિંગમાં અન્ય ૨૦ અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન ખરીદી માટે મંજૂરી આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં જગ્યાની સમસ્યાના કારણે બીએમસી દ્વારા અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિનનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિનના કન્સેપ્ટ અનુસાર એક વખત ડસ્ટબિન ફુલ થયા બાદ અલર્ટ વાગતાં ગાર્બેજ વેહિકલમાં ભરી ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવશે. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અશોક ખૈરેએ જણાવ્યું હતું કે બે સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય સ્થળો નક્કી કરવામાં આવી રહ્યાં છે.

mumbai brihanmumbai municipal corporation mumbai news