મહારાષ્ટ્રમાં આવતી કાલથી શરૂ થશે ઑફિસ, આ ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન

31 May, 2020 05:15 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં આવતી કાલથી શરૂ થશે ઑફિસ, આ ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં સરકારી ઑફિસોમાં કામકાજને તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગે આ માટે નિયમ જાહેર કર્યા છે. તેમણે બધી ગાઇડલાઇન્સને ઑફિસ સામે ચર્ચા કરવી અનિવાર્ય હશે. આ માટે અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિર્દેશ જાહેર કર્યા છે.

આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે મુંબઇમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. બે ફૂટનું અંતર અને મોં પર માસ્ક લગાડી લોકોએ પ્રધાનમંત્રીને સાંભળ્યા.

સરકારી કર્મચારીઓ માટે ગાઈડલાઇન્સ:

થર્મલ- ઇંફ્રારેડ થર્મૉમીટરથી ઑફિસમાં આવનાર દરેક કર્મચારી-અધિકારી બધાની સ્ક્રીનિંગ કરવી જરૂરી.

હવાની અવરજવર થાય તે માટે ઑફિસના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી.

બધાં કર્મચારીઓએ ત્રણ લૅઅરવાળું માસ્ક પહેરવું જરૂરી.

સતત મોં અને નાકનો સ્પર્શ ટાળવો.

જો તમને શર્દી કે ઉધરસ છે તો ટિશ્યૂ પેપર કે એક સ્વચ્છ રૂમાલનો ઉપયોગ કરવો.

ઑફિસમાં બે કર્મચારીઓ વચ્ચે ઓછામાં ઓછી ત્રણ ફૂટનું અંતર રાખવું આવશ્યક છે.

ઑફિસમાં આવતાં મહેમાનોએ માસ્ક પહેરવું ફરજિયાત.

ઑફિસના દરેક એન્ટ્રી પૉઇન્ટ પર સેનિટાઇઝર હોવું ફરજિયાત, સાથે શૌચાલયમાં સાબુ અને હેન્ડવૉશ ફરજિયાત રહેશે. શૌચાલયનો ઉપયોગ કરતી વખતે સાબુથી હાથ ધોવા જરૂરી.

લિફ્ટ, ઘંટી, બટન, ટેબલ અને ખુરશીઓ અને અન્ય ઉપકરણો દિવસમાં ત્રણ વાર 2 ટકા સોડિયમ હાઇપોક્લોરાઇડથી સ્વચ્છ કરવાનું રહેશે.

આલ્કોહોલ મિક્સ્ડ સેનિટાઇઝર દ્વારા કૉમ્પ્યૂટર, પ્રિન્ટર, સ્કૅનરને દિવસમાં બે વાર સ્વચ્છ કરવું.

સાબુ અને પાણીથી ઑફિસને વૉશ કરાવવાનું રહેશે.

કેટલાય લોકો એક જ વાહનમાં પ્રવાસ કરવાની પરવાનગી નહીં મળે.

શક્ય તેટલો ઇ-ઑફિસનો ઉપયોગ કરવો, શક્ય હોય તો ઇ-મેલ દ્વારા જ ફાઇલ્સ પણ મોકલવી.

ઓછામાં ઓછા આગંતુકોને ઑફિસમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. આવનારા બધાં જ લોકોની સ્ક્રીનિંગ એક થર્મલ ઇન્ફ્રારેડ થર્મૉમીટરથી કરવી ફરજિયાત રહેશે.

મીટિંગ વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા કરવામાં આવશે. એક સાથે બેસીને મીટિંહ કરવામાં નહીં આવે.

ઑફિસમાં એક સાથે બેસીને જમવું કે પછી એકઠાં થવાથી બચવું.

જો ઑફિસમાં કોઇક કર્મચારી કોરોના સંક્રમિત છે અને તેને 100 ડિગ્રી ફારેનહાઇટથી વધારે તાવ છે, તો તેને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવશે. જો તે વ્યક્તિની રિપોર્ટ પૉઝિટીવ આવે છે તો તેની સાથે કામ કરતાં કર્મચારીઓને આગામી 14 દિવસ સુધી ઑફિસમાં આવવાની પરવાનગી આપવામાં નહીં આવે. આ સંબંધે સ્વાસ્થ્ય વિભાગના આદેશનું પાલન કરવાનું રહેશે. સાથે જ જે લોકો આ વ્યક્તિના સંપર્કમાં આવે છે, તેમને ઉચ્ચ જોખમ તરીકે વર્ગીકૃત કરવાનું રહેશે. જો તે 3 ફૂટથી ઓછા અને 15 મિનિટથી વધારે સમય સુધી સાથે રહે છે.

maharashtra mumbai mumbai news national news lockdown