મૅરથૉન માતમ બની

20 January, 2020 08:28 AM IST  |  Mumbai

મૅરથૉન માતમ બની

રન મુંબઈ રન : મુંબઈમાં ગઈ કાલે યોજાયેલી તાતા મૅરથૉન ૨૦૨૦માં બાંદરા-વરલી સી-લિંક પર દોડી રહેલા રનર્સ.

મુંબઈ મૅરથૉનમાં ૨૧ કિલોમીટરની દોડમાં ભાગ લેવા આવેલા ૬૪ વર્ષના સિનિયર સિટિઝન હાર્ટ-અટૅક આવતાં મુત્યુ પામ્યા હતા. એ સાથે જ કુલ ૧૬ જણને નાની-મોટી તકલીફ સર્જાતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં કેટલાકની હજી ટ્રીટમેન્ટ ચાલુ છે.

એશિયાની સૌથી મોટી મૅરથૉન ગણવામાં આવતી હોય તો એક તાતાની મૅરથૉન કહી શકાય એવી ભવ્ય તાતા મુંબઈ મૅરથૉન-૨૦૨૦માં કુલ ૫૫ હજાર લોકોએ ભાગ લીધો હતો. મૅરથૉનમાં ભાગ લેવા માટે માત્ર મુંબઈ જ નહીં પણ આખા મહારાષ્ટ્ર, ગુજરાત, કેરા‍લા જેવાં અલગ-અલગ રાજ્યમાંથી લોકો આવતા હોય છે. રવિવારે આયોજિત કરેલી આ મૅરથૉનમાં નાલાસોપારામાં રહેતા ગજાનન માંજલકર દોડતી વખતે હાર્ટ-અટૅક આવતા મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત ૧૭ જણને નાની-મોટી ઇજા થવાને કારણે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં નવ જણને બૉમ્બે હૉસ્પિટલ, છ જણને લીલાવતી હૉસ્પિટલ, એક જણને ગોકુળદાસ તેજપાલ હૉસ્પિટલ અને એકને હિન્દુજા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેમાંના કેટલાક લોકો શરીરમાં પાણી ઓછું થઈ જતાં ચક્કર આવતાં જમીન પર ઢળી પડ્યા હતા. આમાં ચાર જણને માઇનર હાર્ટ-અટૅક આવ્યો છે. બૉમ્બે હૉસ્પિટલના એક ડૉક્ટર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આમાં કેટલાકને રજા આપી દેવાઈ છે. માઇનર હાર્ટ-અટૅક આવેલા લોકો ઉપર ટ્રીટમેન્ટ ચાલુ છે.

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મૃત્યુંજય હીરમાઠે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા માટે આવેલા ગજાનન માંજાલકર ૨૧ કિલોમીટરની દોડ કરવા માટે નીકળ્યા હતા પણ રસ્તામાં જ તેમને છાતીમાં દુખાવો થતાં તે જમીન પર ઢળી પડ્યા હતા. બૉમ્બે હૉસ્પિટલમાં લઈ જતા ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. પોસ્ટમૉર્ટમ કરી અમે આ કેસ એડીઆર આધારિત નોંધ કરી છે

mumbai mumbai marathon