અર્થતંત્ર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, પણ ફરી વેગ પકડશેઃ ફડણવીસ

07 September, 2019 01:11 PM IST  |  મુંબઈ

અર્થતંત્ર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, પણ ફરી વેગ પકડશેઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

દેશનું અર્થતંત્ર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે લીધેલા વિવિધ નિર્ણયોને કારણે ટૂંક સમયમાં જ તે પુનઃ વેગ પકડશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું. ખાનગી સંગઠન દ્વારા આયોજિત એક પ્રસંગ નિમિત્તે તેઓ મુંબઈની ૧૪૦ શાળા-કૉલેજોના આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા.

‘અત્યારે વૈશ્વિક મંદીનો માહોલ છે. છેલ્લાં પાંચ વર્ષમાં આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા હતા. ચાર વર્ષ માટે આપણે સ્વયંને અલગ તારવવા સક્ષમ હતા, પણ આ વર્ષે આપણને મંદીની અસર વર્તાઈ રહી હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું. જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટૅક્સ)એ કરચોરીને અશક્ય બનાવી દીધી છે. આ ઉપરાંત અમે બૅન્કિંગ વ્યવસ્થાને સ્વચ્છ કરવાની પ્રક્રિયા ક્ષેત્રે પણ કાર્યરત છીએ. કેન્દ્ર સરકારે અર્થતંત્રની ગાડીને ફરીથી પાટા પર ચઢાવવા માટે ઘણી પહેલ હાથ ધરી છે અને તેનું પરિણામ કેટલાક મહિનાઓમાં જ જોવા જોવા મળશે.’

મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે ‘આગામી ત્રણથી છ મહિનામાં આપણે (ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર તરીકેની) આપણી સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરીશું.’

આ પણ વાંચો : દાદરના ગડકરી ચોકથી સિદ્ધિવિનાયક મંદિર સુધી નવી બસ સર્વિસ

આસામમાં વિવાદાસ્પદ નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) કાર્યવાહી અંગેના પ્રશ્નનો જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તે ભારતીયોની નોંધણી છે, જે દેશને ઘૂસણખોરોથી બચાવશે.

devendra fadnavis mumbai news