બોઇસર વિસ્ફોટનો મરણાંક વધીને આઠ થયો:ફાર્મા યુનિટ ચલાવવાની પરવાનગી નહોતી

13 January, 2020 07:50 AM IST  |  Mumbai Desk

બોઇસર વિસ્ફોટનો મરણાંક વધીને આઠ થયો:ફાર્મા યુનિટ ચલાવવાની પરવાનગી નહોતી

બચાવ કાર્ય કરી રહેલા એનડીઆરએફ જવાનો. તસવીર : હનીફ

તારાપુર કેમિકલ ઝોનના પ્લૉટ એમ-ટૂમાં એએનકે ફાર્માને સંચાલન કરવાની પરવાનગી નહોતી, કારણ કે પંચાવન વર્ષના માલિક નટવરલાલ પટેલે ફૅક્ટરી એસી ૧૯૪૮ હેઠળ લાઇસન્સ અને નોંધણી માટે અરજી કરી નહોતી જેની પુષ્ટિ ડિરેક્ટરેટ ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ ઍન્ડ સેફટી (વસઈ)ના ડેપ્યુટી ડિરેક્ટર અશોક ખોટે અને યુનિટને જથ્થાબંધ દવાઓ બનાવવા માટે થાણેના ફૂડ ઍન્ડ ડ્રગ ઑથોરિટી (એફડીએ)ની મંજૂરી પણ નહોતી. અશોક ખોટે જણાવ્યું હતું કે માલિકને બીજી જાન્યુઆરીએ મહારાષ્ટ્ર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી) તરફથી સંમતિપત્ર મળ્યો હતો અને શનિવારે (બ્લાસ્ટના દિવસે) ઑપરેશનનો બીજો દિવસ હતો, જે ગેરકાયદે હતો.

બનાવમાં કુલ આંકડો હવે આખરે ૮ સુધી પહોંચ્યો છે. શનિવારે મોડી રાતે ત્રિનાથ દશરી કાટમાળ સાફ કરતી વખતે મળી આવ્યો હતો અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનઆરડીએફ) અંધેરીએ ૧૩ વર્ષની ખુશી યાદવને શોધી કાઢી હતી. એનડીઆરએફે હવે ૧૪ કલાકના સર્ચ ઑપરેશન અને બચાવકામગીરી બંધ કરી દીધી છે, જે સંકુચિત સ્ટ્રક્ચર સર્ચ ઍન્ડ રેસ્ક્યુ (સીએસએસઆર) હેઠળ કરવામાં આવી હતી. બ્લાસ્ટને કારણે, માળખાના કેટલાક ભાગ નબળા પડ્યા છે જેણે અમારું ઑપરેશન જોખમી બનાવ્યું છે. થોડા સમય માટે અમને બંધ જ કરવું પડે એમ છે, એવું ઇન્સ્પેક્ટર બિપિન સિંહનું કહેવું છે.

ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટરે પરિસ્થિતિની મુલાકાત લીધી
રવિવારે બપોરે ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ પરિસ્થિતિની માહિતી મેળવવા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે આઘાતજનક છે કે યુનિટને જરૂરી વિભાગોની યોગ્ય પરવાનગી નહોતી. તેઓએ રીઍક્ટરનું પરીક્ષણ શરૂ કર્યું જેનાથી વિસ્ફોટ થયો અને ૮ જણ મૃત્યુ પામ્યા અને પાંચ ઘાયલ થયા હતા. સૌથી ખરાબ વાત એ છે કે આ એકમ દ્વારા ૧૧ સભ્યોના બે પરિવારોને ફૅક્ટરીમાં ભાડા પર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી અને એ રીઍક્ટરની બાજુમાં લઈ ગયો હતો જ્યાં તેને બદલવામાં આવી રહ્યો હતો અને ત્રણ મહિલા બ્લાસ્ટમાં મરી ગઈ હતી.

mumbai mumbai news