કપડાંની દુકાનમાં 1000 રૂપિયાની ખરીદી પર એક કિલો કાંદા મફત

16 December, 2019 04:43 PM IST  |  Mumbai

કપડાંની દુકાનમાં 1000 રૂપિયાની ખરીદી પર એક કિલો કાંદા મફત

કાંદા

મહારાષ્ટ્રના થાણેમાંની કપડાંની દુકાનમાં એક કિલો કાંદા મફતમાં આપવામાં આવી રહ્યા છે. દુકાનના માલિકનું કહેવું છે કે ગ્રાહકોને તેમની કપડાંની દુકાન પર ૧૦૦૦ રૂપિયાની ખરીદી પર એક કિલો કાંદા આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે.

છેલ્લાં કેટલાંક સપ્તાહથી દેશનાં લગભગ તમામ બજારોમાં કાંદાના ભાવ કિલોદીઠ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા છે. તેમણે કહ્યું કે અહીં કાંદા ૧૩૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે એથી ૧૦૦૦ રૂપિયાનું કાપડ ખરીદવા પર અમે એક કિલો કાંદા વિનામૂલ્યે આપી રહ્યા છીએ. ગ્રાહકોની સંખ્યામાં મોટો વધારો થયો છે.

દેશનાં મોટાં શહેરોમાં કાંદાના ભાવ વધીને સરેરાશ ૧૦૧.૩૫ રૂપિયા છે. છેલ્લા એક મહિનામાં ભાવમાં ૮૧ ટકાનો વધારો થયો છે.

maharashtra onion prices thane mumbai news