એસએસસી પેપરની ભૂલો ટાળવા માટે શિક્ષકો વધુ સમય માગે છે

12 January, 2020 07:48 AM IST  |  Mumbai Desk | pallavi smart

એસએસસી પેપરની ભૂલો ટાળવા માટે શિક્ષકો વધુ સમય માગે છે

એસએસસીની પરીક્ષા માંડ બે મહિના દૂર છે ત્યારે શિક્ષકો પેપર્સ તપાસવાની કામગીરીને ઉચિત ન્યાય આપવા માટે વધુ સમય માગી રહ્યા છે. હાલમાં એક શિક્ષકને ૩૦૦ પેપર્સ તપાસવા માટે આઠ દિવસ આપવામાં આવે છે. શાળાના રોજિંદા કામ વચ્ચે આ રીતે પેપર્સ તપાસવાનો સમય ફાળવવાનું મુશ્કેલ બને છે. 

એસએસસીની પરીક્ષાના પ્રશ્નપત્રના ઉત્તરો લખવાનું કામ વિદ્યાર્થી સરેરાશ ત્રણ કલાકમાં પૂરું કરે છે, પરંતુ એ પેપર તપાસવા માટે શિક્ષકને સરેરાશ માંડ ત્રણ મિનિટ મળે છે. એથી શિક્ષકો માટે એ કામગીરી ત્રણ કલાક મુશ્કેલ બને છે. ખાસ કરીને ભાષાના શિક્ષકો માટે મુશ્કેલી વધી જાય છે. મહારાષ્ટ્ર સ્ટેટ સેકન્ડરી અૅન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે પરીક્ષકોને પેપર્સ તપાસવામાં ભૂલ ન થાય એની કાળજી રાખવાની સૂચના આપવામાં આવી ત્યારે આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.
મુલુંડની શાળાના એક શિક્ષકે જણાવ્યું હતું કે ‘૩૦૦ પેપર્સ તપાસવા માટે અપાતી આઠ દિવસની મુદતમાં મોડરેટર્સ પાસેથી અમને અને પાછા એમને પેપર્સ મોકલવાના સમયનો સમાવેશ છે.’ બાંદરાની એક શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે ‘અમારી શાળામાં અન્ય ધોરણોની મૌખિક અને પ્રૅક્ટિકલ પરીક્ષા ચાલતી હોય એ વખતે એસએસસીના પેપર્સ તપાસવા માટે મોકલવામાં આવે છે. એ સ્થિતિમાં પેપર્સ તપાસવા માટે પૂરતો સમય ફાળવવો મુશ્કેલ બને છે.
ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના અગ્રણી રાજેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ‘તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ સેકન્ડરી અૅન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે રિવૅલ્યુએશનની અરજીઓનું પ્રમાણ ઘટાડવાના ઉદ્દેશથી પેપર્સ તપાસવામાં ભૂલ નહીં કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. બોર્ડે સમજવું જોઈએ કે શિક્ષકો પર કાર્યબોજ વધારે હોય છે. બોર્ડે દરેક પરીક્ષકને મોકલાતા પેપર્સની સંખ્યા ઘટાડવી જોઈએ અથવા તપાસવાનો સમયગાળો વધારીને પંદર દિવસનો કરવો જોઈએ.’

mumbai mumbai news