મુંબઈ: એ મોટરમૅન ભગવાન બનીને આવ્યો અને તેણે મારો જીવ બચાવ્યો

06 May, 2019 11:51 AM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

મુંબઈ: એ મોટરમૅન ભગવાન બનીને આવ્યો અને તેણે મારો જીવ બચાવ્યો

રેણુકા કેસરકર અને

વાશી સ્ટેશને જીવલેણ અકસ્માતને માત આપીને ૨૩ વર્ષની રેણુકા કેસરકર હવે ફાઇનલ યર એન્જિનિયરિંગની પરીક્ષા આપવા જઈ રહી છે. રેણુકાનો જીવ બચાવનાર સેન્ટ્રલ રેલવેના મોટરમૅનનો આભાર વ્યક્ત કરતાં તે કહે છે, ‘અકસ્માતના દિવસે એ મોટરમૅન ભગવાન બનીને આવ્યા અને થોડી જ ક્ષણોમાં તેમણે મારો જીવ બચાવ્યો હતો.’

મોટરમૅન ભરત સાવંત

હું એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું એમ જણાવતાં રેણુકાએ કહ્યું, ‘બીજી મેએ મેમ્બરશિપ સ્લિપ આપવા માટે હું વાશી તરફ જઈ રહી હતી. લેડીઝ કોચમાં હું મુસાફરી કરી રહી હતી. હું દરવાજા પાસે ઊભી હતી અને વાશી સ્ટેશન આવવાની થોડી મિનિટ પહેલાં દરવાજા પરથી મારા હાથની િગ્રપ છૂટી ગઈ અને હું બે ટ્રૅકની વચ્ચે પડી ગઈ હતી. ત્યાર બાદ શું બન્યુંં એ મને યાદ નથી.’

વાશી જીઆરપીનાં સૂત્રોએ જણાવ્યું કે ‘પનવેલ-સીએસએમટી જતી ટ્રેનનું પાઇલટિંગ કરી રહેલા મોટરમૅન ભરત સાવંતે સામેના ટ્રૅક પર આવી રહેલી ટ્રેનમાંથી રેણુકાને પડતી જોતાં ઇમર્જન્સી બ્રેક મારીને ટ્રેન ઊભી રાખી દીધી હતી. રેણુકાના હાથમાંથી લોહી વહી રહ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી. મોટરમૅન સાવંત અને અન્ય પ્રવાસીઓએ રેણુકાને ટ્રેનમાં ચડાવીને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલ પહોંચાડી હતી.’

આ પણ વાંચો : મુંબઈ: કાંજુરમાર્ગમાં ડમ્પિંગ શરૂ કરતાં સ્થાનિક રહેવાસીઓ દુર્ગંધથી પરેશાન

સેન્ટ્રલ રેલવેના પીઆરઓ અનિલકુમાર જૈને જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીનો જીવ બચાવીને મોટરમૅન અને ગાર્ડે અદ્ભુત કામ કયુંર્ છે.

vashi mumbai news mumbai