મેયરના સ્થળાંતરમાં વિલંબ થવાનું કારણ નાનો બંગલો?

02 January, 2019 10:33 AM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

મેયરના સ્થળાંતરમાં વિલંબ થવાનું કારણ નાનો બંગલો?

મેયર વિશ્વનાશ મહાડેશ્વરને જાન્યુઆરીની પહેલા અઠવાડિયામાં શિવાજી પાર્કમાં આવેલો બંગલો છોડીને રાણીબાગમાં આવેલા બંગલામાં સ્થળાંતર કરવાનું હતું, પરંતુ આ બંગલો 1000 ચોરસ ફુટ નાનો હોવાથી વિલંબ થાયછે.

ભાયખલાના રાણીબાગમાં મુંબઈના મેયરના હંગામી બંગલાના કદનો મુદ્દો મહત્વપૂર્ણ બન્યો છે. એ બંગલો વ્યવસ્થિત રીતે બાંધવા માટે તથા દેખાવમાં સારો બને એ માટે BMC તડામાર મહેનત કરે છે. જોકે હકીકતમાં શિવાજી પાર્કના મેયર્સ બંગલોના કદની સરખામણીમાં આ બંગલાનું કદ 1000 ફુટ ઓછું હોવાથી બધું ફર્નિચર ગોઠવવાની મથામણ BMCએ કરવી પડે છે.

આ પણ વાંચો : ન્યુ યરની લોખંડબજારને મોટી ગિફ્ટ:બે ટકા LBTમાંથી મુક્તિ

શિવાજી પાર્કના બંગલામાંથી બધું ફર્નિચર નવા બંગલામાં ગોઠવાયું ન હોવાથી રાણીબાગસ્થિત બંગલામાં મેયર વિશ્વનાથ મહાડેશ્વરનું શિફ્ટિંગ વિલંબમાં પડ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનો કાર્પેટ એરિયા રાણીબાગના બંગલાનો 2432 ચોરસ ફુટ અને શિવાજી પાર્કના મેયર્સ બંગલોનો 2432 ચોરસ ફુટ છે, પરંતુ તફાવત ફર્સ્ટ ફ્લોરના કાર્પેટ એરિયામાં છે. રાણીબાગના બંગલાના ફર્સ્ટ ફ્લોરનો કાર્પેટ એરિયા 1803 ચોરસ ફુટ અને શિવાજી પાર્કના બંગલાના ફર્સ્ટ ફ્લોરનો કાર્પેટ એરિયા ૨૭૩૬ ચોરસ ફુટ છે.

byculla zoo brihanmumbai municipal corporation mumbai news