સ્કૂલ-કૉલેજ ૩૧ માર્ચ સુધી બંધ

15 March, 2020 09:30 AM IST  |  Mumbai Desk

સ્કૂલ-કૉલેજ ૩૧ માર્ચ સુધી બંધ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા ૨૨ થઈ છે. રાજ્યમાં આ જીવલેણ વાઇરસના કેસ વધી રહ્યા હોવાથી એ વધુ ન ફેલાય એ માટે શિક્ષણ વિભાગે ૩૧ માર્ચ સુધી તમામ સ્કૂલ, કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય ગઈ કાલે લીધો હતો. આથી આ મહિનાના અંત સુધી રાજ્યની તમામ સ્કૂલ, કૉલેજ બંધ રહેશે.

શિક્ષણ વિભાગે જાહેર કરેલા પત્ર મુજબ રાજ્યમાં કોરોના વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટેના ઉપાય તરીકે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગરપંચાયત ક્ષેત્રની સરકારી અને ખાનગી સ્કૂલ, કૉલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પંચાયત ક્ષેત્રમાં અત્યારે ચાલી રહેલી એસએસસી અને એચએસસીની પરીક્ષા ટાઈમટેબલ મુજબ લેવામાં આવશે એટલે એમાં કોઈ ફેરફાર નથી કરાયો. આ સિવાય બીમાર વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓના સંપર્કમાં ન આવે એ માટે જરૂરી સાવચેતી અને સાવધાની રાખવાની સૂચના સંબંધિત સંસ્થાઓના પ્રમુખોને આપવામાં આવી છે.

mumbai mumbai news coronavirus