કર્મચારીના પ્રાઇવેટ પાર્ટમાં કૉમ્પ્રેસર પાઇપ ઘુસાડતા બે વર્કર્સની ધરપકડ

14 April, 2019 01:35 PM IST  |  | સમીઉલ્લા ખાન

કર્મચારીના પ્રાઇવેટ પાર્ટમાં કૉમ્પ્રેસર પાઇપ ઘુસાડતા બે વર્કર્સની ધરપકડ

પ્રતાકાત્મક તસવીર

તારાપુર-બોઇસર MIDCના પી. કે. સિન્થેટિક ટેક્સ્ટાઇલ્સના કારખાનામાં ત્રણ કર્મચારીઓની ધમાલમસ્તીમાં બે જણે સાથી કર્મચારીના પાછળના પ્રાઇવેટ પાર્ટમાં કૉમ્પ્રેસર પાઇપ ઘુસાડી દેતાં એ કર્મચારીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પાઇપમાંથી નીકળતી હવાના દબાણને કારણે ૩૬ વર્ષના કર્મચારીના આંતરડાં ફાટી ગયાં હોવાથી એની સારવાર મુશ્કેલ બની છે અને હૉસ્પિટલમાં એની સ્થિતિ ગંભીર છે. આરોપીઓ ૩૫ વર્ષના આઝાદ ચંદુ મહતો અને ૨૬ વર્ષના સુદર્શન મૂર્તિ સિંહની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : જે સારું કામ કરે તેને આપવો જોઈએ મતઃ ડાયમંડ કિંગ ભરત શાહ

ગયા અઠવાડિયે બનેલી ઘટનામાં હુમલાનો ભોગ બનેલા કર્મચારીના હાથે આકસ્મિક રીતે મહતો પર ઑઇલ પડ્યું હતું, એથી ગુસ્સે ભરાયેલા મહતોએ એને બન્ને હાથો વડે ભીંસમાં લઈને સુદર્શનને કૉમ્પ્રેસર મશીન ચાલુ કરવાનું કહ્યું હતું. ત્યાર પછી એ મશીનનો ઍર પાઇપ્સ કર્મચારીના પાછળના પ્રાઇવેટ પાર્ટમાં ઘુસાડી દીધો હતો. હુમલાનો ભોગ બનેલો કર્મચારી આંતરડાંમાં ગંભીર ઇજાને કારણે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

mumbai crime news Crime News mumbai news