મુંબઈ: કાંદિવલીમાં ભરણી કરીને પાર્કિંગ લૉટ બનાવવામાં આવેલો

01 May, 2019 08:57 AM IST  |  મુંબઈ | સમીઉલ્લા ખાન

મુંબઈ: કાંદિવલીમાં ભરણી કરીને પાર્કિંગ લૉટ બનાવવામાં આવેલો

હાલમાં આ જગ્યાનો ઉપયોગ ટુ-વ્હીલર પાર્કિંગ માટે કરવામાં આવે છે

કાંદિવલી (પશ્ચિમ)ના મહાત્મા ગાંધી ક્રૉસ રોડ-નંબર ૩ પર ગેરકાયદે વાપરવામાં આવતી ૧૨,૦૦૦ ચોરસફુટ જગ્યા ખાલી કરીને એને મૂળ રૂપમાં લાવવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. પ્રૉપર્ટી કાર્ડમાં તળાવ રૂપે દર્શાવાયેલી અને ગાર્ડન પ્લોટ તરીકે આરક્ષિત જગ્યાનો વપરાશ પાર્કિંગ લોટ અને ગૅરેજ તરીકે કરવામાં આવતો હતો. એની સામે સામાજિક કાર્યકર પ્રભુ ચૌહાણની આગેવાનીમાં કાંદિવલીના નાગરિકોએ ૨૦૧૬માં કરેલી જનહિતની અરજીના અનુસંધાનમાં ચુકાદો આપતાં બૉમ્બે હાઈ કોર્ટે આવતા જૂન મહિના સુધીમાં જગ્યા ખાલી કરાવવાનો આદેશ મુંબઈના ઉપનગર ક્ષેત્રના કલેક્ટરને આપ્યો હતો.

લગભગ ૧૨ કરોડ રૂપિયાની આ જમીન મૂળભૂત રૂપે તળાવમાં ભરણી કરીને ઘણાં વર્ષોથી વાપરવામાં આવતી હતી. પ્રભુ ચૌહાણે આ બાબતમાં ૨૦૧૬ના આરંભમાં સબર્બન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તેમ જ મુખ્ય સચિવને લખેલા પત્રોનો કોઈ જવાબ નહીં મળતાં તહેસિલદાર અને મુખ્ય સચિવનાં કાર્યાલયોમાં માહિતી પ્રાપ્તિ અધિકાર હેઠળ અરજી કરી હતી. ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં એ અરજીના જવાબરૂપે જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૨માં મંત્રાલયમાં લાગેલી આગમાં એ જમીનના જૂના રેકૉર્ડ્સ નષ્ટ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ચૌહાણને મુંબઈ મહાનગરપાલિકાના ચીફ એન્જિનિયર (ડેવલપમેન્ટ પ્લાન)ની ઑફિસમાં તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. ચીફ એન્જિનિયરે ગાર્ડન પ્લોટ રૂપે આરક્ષણ સહિત જમીનની સ્થિતિ જણાવ્યા બાદ પ્રભુ ચૌહાણે જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરી હતી.

kandivli mumbai mumbai news