ટી બૅગ્સમાં સ્ટૅપલર પિન્સના ઉપયોગ પર પ્રતિબંધ છતાં બિન્ધાસ્ત વપરાશ

09 May, 2019 11:26 AM IST  |  | રુપસા ચક્રવર્તી

ટી બૅગ્સમાં સ્ટૅપલર પિન્સના ઉપયોગ પર પ્રતિબંધ છતાં બિન્ધાસ્ત વપરાશ

ટી બૅગ્સ

ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડડ્ર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ૨૦૧૭માં ટી બૅગ્સમાં સ્ટૅપલર પિન્સના વપરાશ પર પ્રતિબંધ મૂક્યા છતાં મુંબઈ શહેરના વેપારીઓ પ્રતિબંધનો અમલ કરતા નથી. આજે પણ શહેરમાં બિન્ધાસ્ત ટી બૅગ્સમાં સ્ટૅપલર પિન્સ વપરાતી હોવા છતાં મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશને લોખંડની સ્ટૅપલર પિન્સના વપરાશનો એકપણ ગુનો નોંધ્યો નથી. રાતે સાઈકલ પર ચા વેચતા ફેરિયાઓ સ્ટૅપલ્ડ ટી બૅગ્સ વાપરતા હોય છે.

ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશનનાં કમિશનર પલ્લવી દરાડેએ જણાવ્યું હતું કે ‘ ટી બૅગ્સમાં લોખંડની સ્ટૅપલ્ડ પિન્સના વપરાશની કોઈ ફરિયાદ મળી નથી. અમને એવી ફરિયાદ મળશે તો અમે ચોક્કસ પગલાં લઈશું. રાતે ચા વેચનારાઓ પર નિગરાણી રાખી શકે એટલો સ્ટાફ અમારી પાસે હોતો નથી. જે પ્રાઇવેટ કંપનીઓ સ્ટૅપલ્ડ પિન્સ વાપરતી હોય એમના વિશે કોઈ ફરિયાદ કરે તો અમે પગલાં લઈ શકીએ.’

આ પણ વાંચો : હાઉસિંગ સોસાયટીને 4.91 લાખ રૂપિયાના બાકી ચૂકવણામાં કોર્ટ તરફથી રાહત

તબીબી નિષ્ણાત ડૉ. રશીદ શેખે એ પ્રકારની પિન્સના વપરાશ સામે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘સ્ટૅપલ્ડ પિન્સ ચાની પત્તીમાં ભેગી થઈ જાય તો એની ચા જેના પેટમાં જાય એ વ્યક્તિ માટે જીવલેણ નીવડી શકે છે. જસતનું કોટિંગ ધરાવતી લોખંડની એવી પાતળી પિન્સ ગળી ગયેલા લોકોને મોટી મુસીબતમાં મુકાતા જોયા છે. એ પેટમાં જાય તો જઠર, આંતરડાં કે અન્ય અંગોમાં ગંભીર ઈજાની શક્યતા રહે છે. એ ઈજાને કારણે લોહી વહેવા માંડે છે અને ઝેર ચડવાની પણ શક્યતા રહે છે.’

food and drug administration mumbai news