મુંબઈ અને માંડવા વચ્ચે રોપૅક્સ ફેરી સર્વિસનો આરંભ

16 March, 2020 03:07 PM IST  |  Mumbai Desk | PTI

મુંબઈ અને માંડવા વચ્ચે રોપૅક્સ ફેરી સર્વિસનો આરંભ

મુંબઈ અને માંડવા (અલીબાગ પાસે) વચ્ચે રોલ ઑન, રોલ ઑફ્ફ (રો-રો) કમ પૅસેન્જર ફેરી સર્વિસ ગઈ કાલે કેન્દ્રના જહાજ વ્યવહાર ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી. રોપૅક્સ નામે પણ ઓળખાતી ફેરી સર્વિસના ઉદ્ઘાટન વેળા મહારાષ્ટ્ર પોર્ટ ઍન્ડ મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. કોરોના રોગચાળાના અનુસંધાનમાં લોકો એકઠા થવા પર નિયંત્રણોને કારણે ઉદ્ઘાટનનો કાર્યક્રમ સાદગીપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આ ફેરી સર્વિસ માટે વાપરવામાં આવનારું જહાજ ગ્રીસમાં બનેલું છે. ૧૦૦૦ પ્રવાસીઓ અને ૨૦૦ મોટરકારોની હેરફેરની ક્ષમતા ધરાવતું આ જહાજ ચોમાસામાં પણ સક્રિય રહી શકે છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એક સંદેશમાં કહ્યું હતું કે નવી મુંબઈમાં નેરુલ અને બેલાપુર વચ્ચે તેમ જ ડોમ્બિવલી અને ભાઇંદર વચ્ચે બે વર્ષની અંદર આવી સર્વિસ શરૂ કરવાની સરકારની યોજના છે. 

mumbai news mumbai