ફામના પ્રતિનિધિઓ મળ્યા બીએમસીના કમિશનરને

26 January, 2020 11:22 AM IST  |  Mumbai Desk

ફામના પ્રતિનિધિઓ મળ્યા બીએમસીના કમિશનરને

સુપ્રિયા સુળેએ મહિલા પોલીસ અધિકારી રાખી જાધવ અને એનસીપી માઇનૉરિટી સેલ મુંબઈના પ્રેસિડન્ટ સોહેલ સુબેદાર, ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (એફએએમ-ફામ)ના ડેલિગેશનના પ્રેસિડન્ટ વિનેશ મહેતા, માનનીય જનરલ સેક્રેટરી આશિષ મહેતા, સેક્રેટરી પ્રિતેશ શાહ અને નાગદેવી ઍક્શન કમિટીના પ્રેસિડન્ટ દીપક દાણી સાથે મળીને મુંબઈ મ્યુનિસિપલના કમિશનર પ્રવીણ પરદેશીની મુલાકાત લીધી હતી અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. 

મેમોરેન્ડમમાં શટર લાઇસન્સની નાબૂદી, હાલમાં વિવિધ હેડ્સ હેઠળ જે કુલ લાઇસન્સ-ફી મેળવવામાં આવે છે એ એક જ હેડ હેઠળ પ્રાપ્ત કરવી, અંદાજે પાંચ વર્ષ કે દસ વર્ષ માટે વન-ટાઇમ લાઇસન્સ-ફી કલેક્ટ કરવી જેને લીધે પેપરવર્ક ઘટશે અને બિઝનેસ ઍક્ટિવિટી અને એની સ્થાપના જે કામ માટે થઈ છે એને ધ્યાનમાં રાખીને ટ્રેડ રિફ્યુઝ ચાર્જિસમાં ઘટાડો કરવા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. કમિશનરે ઉક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સકારાત્મક પ્રતિસાદ આપવાની આશા વ્યક્ત કરી છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation