મુંબઈ: સાયન બ્રિજના કામનું મુહૂર્ત આવતા મહિને થવાની શક્યતા

14 August, 2019 03:44 PM IST  |  મુંબઈ | રણજિત જાધવ

મુંબઈ: સાયન બ્રિજના કામનું મુહૂર્ત આવતા મહિને થવાની શક્યતા

બ્રિજ

આખરે સાયન બ્રિજ પરનું રિપેરિંગ કાર્ય આગામી મહિનાથી શરૂ થશે, બ્રિજનું કામ શરૂ કરવા માટેનાં જરૂરી બૉલબેરિંગ્ઝ અને જૅક આ મહિનાના અંત સુધીમાં નાશિક અને બૅન્ગલોરથી રવાના થવા માટે સજ્જ છે. સાયનથી દક્ષિણ મુંબઈના ડૉ. આંબેડકર માર્ગ તથા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના વાહનચાલકોને રિપેરિંગની કામગીરી કરતા સમયે ટ્રાફિકની સ્થિતિનો સામનો કરવો પડશે.

‘જૅકના ઉત્પાદનની કામગીરી બૅન્ગલોર નજીક અને બૉલબેરિંગ્ઝના ઉત્પાદનની કામગીરી નાશિક નજીક ચાલી રહી છે. આ મહિનાના અંત સુધીમાં અમે તે બંને મેળવવાની આશા સેવી રહ્યા છીએ, ત્યાર બાદ રિપ્લેસમેન્ટનું કામ શરૂ થશે’ એવું મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)ના મુખ્ય એન્જિનિયર અનિલકુમાર ગાયકવાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

સેફ્ટી વૉલની બહારના ભાગનો કોન્ક્રિટનો સ્લેબ નીચે માર્ગ પર પડ્યા બાદ સાયન ફ્લાયઓવર ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજનું કામ આવતા મહિનાથી શરૂ થવાની આશા સેવાઈ રહી છે ત્યારે આ રિપેરિંગનું કાર્ય શરૂ થાય તો ફ્લાયઓવર વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો : ફડણવીસ રાહત કામગીરી માટે કેન્દ્ર સરકાર પાસે 6813 કરોડ રૂપિયાની માગણી કરશે

રિપેરિંગ કામના ભાગરૂપે બેરિંગ્ઝને બદલવામાં આવશે તથા એક્સ્પાન્શન જોઇન્ટ્સનું રિફર્બિશમેન્ટ હાથ ધરાશે. ફ્લાયઓવરનું ઑડિટ આઇઆઇટી-મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ રિપેરિંગ સૂચવતો તેનો અહેવાલ અેમઅેસઆરડીસીને સુપરત કરવામાં આવ્યો હતો.

mumbai sion nashik mumbai news ranjeet jadhav