દીપડો ટહેલતો-ટહેલતો આરે કૉલોનીના યુનિટ નંબર ૪ના ઘરને આંગણે પહોંચ્યો

18 October, 2019 11:08 AM IST  |  મુંબઈ | રણજિત જાધવ

દીપડો ટહેલતો-ટહેલતો આરે કૉલોનીના યુનિટ નંબર ૪ના ઘરને આંગણે પહોંચ્યો

દીપડો

આરે મિલ્ક કૉલોનીમાં ફરતા દીપડાની તસવીર ‘મિડ ડે’માં પ્રકાશિત થયાના જૂજ દિવસો પછી એક દીપડો રખડતો-રખડતો એ કૉલોનીના યુનિટ નંબર ૪ના ઘરને આંગણે પહોંચ્યો અને એ દૃશ્ય સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગયું હતું. ચોરીની શક્યતા ડામવાના ઇરાદે કૉલોનીના યુનિટ નંબર ૪માં રહેઠાણોની આસપાસ સીસીટીવી કૅમેરા ગોઠવાયા છે. એવા ત્રણ કૅમેરામાં બુધવારે રખડતો દીપડો ઝડપાયો હતો. બુધવારે પરોઢ પૂર્વે લગભગ ૨.૦૯ વાગ્યે પૂર્ણ કદનો દીપડો એક ઘરની બહાર અને આસપાસની ગલીઓમાં ફરતો હોવાનું દૃશ્ય સીસીટીવીના એક કૅમેરામાં રેકૉર્ડ થયું હતું. જંગલની દિશાના અન્ય એક કૅમેરામાં દીપડો ફરવાનું દૃશ્ય ૨.૧૧ વાગ્યે નોંધાયું હતું.

અગાઉ ‘મિડ-ડે’ના ફોટો-ઍડિટર આશિષ રાજેએ ઝડપેલી ‘વીનસ’ નામની દીપડીની તસવીર ૧૨ ઑક્ટોબરે ‘મિડ-ડે’માં પ્રકાશિત કરવામાં આવી હતી. પ્રકૃતિપ્રેમી કૌશલ દુબેએ જણાવ્યું હતું કે ‘બુધવારે પરોઢિયે આરે કૉલોનીના અમુક વિસ્તારમાં કૂતરા ભસતા હોવાની માહિતી આપી હતી. એ મિત્રે સવારે સીસીટીવી ફુટેજ તપાસ્યું ત્યારે એમાં દીપડો ફરતો જોવા મળ્યો હતો. આરે કૉલોનીમાં વન્યજીવન નહીં હોવાનો દાવો કરનારાઓ માટે એ વધુ એક પુરાવો છે.’

આ પણ વાંચો : નાલાસોપારામાં યુપીના સંસદસભ્ય સાથે ફોટો પડાવવા બદલ પોલીસ સસ્પેન્ડ

આરે કૉલોનીના ૧૬ ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં અનેકવિધ વન્ય પશુ-પક્ષીઓ અને વનસ્પતિની ઉપસ્થિતિ ચિત્રપટો, પુસ્તકો, અખબારો, સામયિકો અને જીવશાસ્ત્ર તથા જંગલોના અભ્યાસુઓના લેખો-નિબંધોમાં દાયકાઓથી નોંધાતી રહી છે.

aarey colony save aarey mumbai mumbai news ranjeet jadhav