મુંબઈ: રેલવે-ઑથોરિટી હજી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?

19 March, 2019 08:15 AM IST  |  મુંબઈ | રાજેન્દ્ર આકલેકર

મુંબઈ: રેલવે-ઑથોરિટી હજી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?

વેસ્ટર્ન લાઇન પર આવેલા માટુંગા અને બાંદરા સ્ટેશનનો ફુટઓવર બ્રિજ લટકતો જોવા મળે છે. એની નીચેથી રોજની ૧૩૦૦ સર્વિસ પસાર થાય છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનને જોડતા હિમાલય પુલની દુર્ઘટના બાદ પણ રેલવે-ઑથોરિટીની આંખો હજી ખૂલી હોય એમ લાગી રહ્યું નથી. રેલવેનું ડેન્જરસ સ્ટ્રક્ચર દૂર કરવા કોઈ મોટું અને લાંબું ઑડિટ કરવાની જરૂર નથી. મુંબઈ રેલવેના જર્જરિત સબસ્ટેશન અને બે અસુરક્ષિત ફુટઓવર બ્રિજ મુસાફરો માટે બંધ કરવામાં આવ્યા હતા, પણ બ્રિજ તોડી પાડવામાં ન આવતાં હજી એ જેમના એમ છે. માટુંગા રોડ અને બાંદરા સ્ટેશનના તથા વિક્રોલી અને કાંજુરમાર્ગ વચ્ચેનો ફુટઓવર બ્રિજ એટલા જર્જરિત છે કે ક્યારે પણ નીચેથી પસાર થતી ટ્રેનો પર એ પડી શકે છે.

વિક્રોલી અને કાંજુરમાર્ગ વચ્ચે આવેલા આ ફુટઓવર બ્રિજ પર મોટા અક્ષરોથી ડેન્જરસ લખવામાં આવ્યું છે જેની પરથી જૂની ૧૫૦૦ વૉલ્ટની ડાયરેક્ટ વીજળી પસાર થાય છે.

જ્યારે IIT પ્રમાણિત ઑડિટથી રેલવે-ઑથોરિટી પોતાની પીઠ થાબડી લે છે અને નાનાં-મોટાં સમારકામ કરાવી લે છે પણ મોટી આફતો સામે મુંબઈગરાને કોઈ રક્ષણ આપવામાં આવી રહ્યું નથી. આવું જ એક સ્ટ્રક્ચર વિક્રોલી અને કાંજુરમાર્ગ વચ્ચેના સબસ્ટેશન પરનું છે જેની પરથી ૧૫૦૦ વૉલ્ટ ડાયરેક્ટ કરન્ટ પસાર થાય છે.

આ બ્રિજ અનિશ્ચિતપણે લોખંડના માળખા પર લટકેલો છે જેની પર મોટા અક્ષરોમાં ડેન્જરસ લખવામાં આવ્યું છે. આ બ્રિજ નીચેથી રોજની ૫૦ જેટલી મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે અને વિક-એન્ડમાં ૮૫૮ સર્વિસ ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો : મુંબઈઃ જૈન સિનિયર સિટિઝનનું અનોખું અંતિમ દાન

આ સ્ટ્રક્ચર તોડી પાડવા માટે અમારે ટ્રેનો રોકવી પડશે અને બ્લૉક નાખવો પડશે એમ જણાવતાં વેસ્ટર્ન રેલવેના સ્પોકપર્સને જણાવ્યું હતું કે ‘જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવશે એથી બ્રિજ તોડવાની પ્રક્રિયામાં વિલંબ આવી રહ્યો છે.

bandra vikhroli matunga central railway western railway mumbai railways mumbai news