રેલવે સ્ટેશનો પર અંધારી જગ્યાઓ પર લાઈટ મૂકાશે: રેલવે તંત્ર

28 August, 2019 10:46 AM IST  |  મુંબઈ | રાજેન્દ્ર બી. આકલેકર

રેલવે સ્ટેશનો પર અંધારી જગ્યાઓ પર લાઈટ મૂકાશે: રેલવે તંત્ર

દરેક રેલવે સ્ટેશનો પર અંધારી જગ્યાઓ પર લાઈટ મૂકાશે

મુંબઈની સબર્બન રેલવેનાં સ્ટેશનો પર અવાવરું અને અંધારિયા ભાગોમાં અસામાજિક પ્રવૃત્તિ અને ગંદકીના ત્રાસથી પ્રવાસીઓને મુક્તિ અપાવવા રેલવે તંત્રે કમર કસી છે. લાંબા રેલવે પ્લૅટફૉર્મ્સ પરના અનેક ખૂણામાં દિવસ દરમ્યાન પણ પ્રકાશનો અભાવ રહેતો હોવાથી પ્રવાસીઓ ત્યાંથી પસાર થતા ડરતા હોય છે. એથી સવારે અને બપોરે વિશિષ્ટ સૉફ્ટવેર દ્વારા અજવાળું વધારવાની જોગવાઈ તેમ જ સીસીટીવી કૅમેરા જેવી જોગવાઈઓ વિશે મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન તૈયારી કરી રહ્યું છે.

મુંબઈ અર્બન ટાઉન પ્લાનિંગ (એમયુટીપી)ના ત્રીજા તબક્કાની ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓના ભાગરૂપે સબર્બન રેલવે સ્ટેશનો પર બાવીસ ઠેકાણે ગેરકાયદે અવરજવર રોકવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. રોજ ૮૦ લાખ પ્રવાસીઓ મુંબઈની સબર્બન રેલવેનો વપરાશ કરે છે. એ બધાને સ્ટેશન પર ચોક્કસ જગ્યાએ પહોંચવા માટે ઝાઝી પૂછપરછની જરૂર ન પડે એ માટે વિશ્વનાં મહત્ત્વનાં મેટ્રો સ્ટેશન્સની માફક સૂચનાનાં પાટિયાં-સાઇનેજ ગોઠવવામાં સ્પષ્ટતા અને ચોક્સાઈપૂર્વકનું આયોજન મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશને કર્યું છે. ચોક્કસ રેલવે સ્ટેશન પર પહેલી વખત જતી વ્યક્તિ ફક્ત આઠ મિનિટમાં એના ઇચ્છિત સ્થાને પહોંચે એ રીતે સાઇનેજની વ્યવસ્થા કરવામાં આવશે. સાઇનેજના ડિઝાઇનિંગ માટે કન્સલ્ટન્ટ્સની મદદ લેવામાં આવશે. ટિકિટ્સ ક્યાંથી ખરીદવી, ટ્રેનના ચોક્કસ ડબ્બા ક્યાં ઊભા રહે છે, ક્યાંથી ટ્રેનમાં ચડવું અને ક્યાં ઊતરવું વગેરે બાબતો સરળ બનાવવાની તકેદારી સાઇનેજમાં રાખવામાં આવશે.

આ પણ વાંચો : ભારત-પાક બૉર્ડરચા રાજા ચાલ્યા જમ્મુ-કાશ્મીર

જે સ્ટેશન્સ પરથી લાંબા અંતરની ટ્રેનોની અવરજવર થતી હોય એ સ્ટેશન્સ પર બહાર નીકળવાના માર્ગો, એસ્કેલેટર્સ, નજીકની રિક્ષા-ટૅક્સી સ્ટૅન્ડની સુવિધાઓ, બસ ડેપો-સ્ટૉપ્સ, આસપાસની મેટ્રો અને મોનો રેલ કનેક્ટિવિટી વગેરે માટે સાઇનેજની ઉચિત જોગવાઈ રાખવામાં આવશે.

એમયુટીપીના ત્રીજા તબક્કાની મુખ્ય યોજનાઓ

rajendra aklekar mumbai mumbai news western railway central railway dadar matunga