સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનોનાં પ્લૅટફૉર્મ પર છાપરાં બેસાડવાનું તકલાદી કામ

25 July, 2019 11:50 AM IST  |  મુંબઈ | રાજેન્દ્ર બી. અકલેકર

સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનોનાં પ્લૅટફૉર્મ પર છાપરાં બેસાડવાનું તકલાદી કામ

કુર્લા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ક્યાંય છાપરાં નજરે પડતાં નથી.

મુંબઈની પ્રજા માથે છત હોવી ઘણી મહત્વની બાબત છે, તેમાંયે જ્યારે વરસાદ વરસી રહ્યો હોય અને તેમણે લાંબું અંતર કાપવાનું હોય ત્યારે આ મહત્વ ઓર વધી જાય છે, પણ દુર્ભાગ્યે, સેન્ટ્રલ રેલવે (સીઆર) આ મૂળભૂત જરૂરિયાતને સંતોષવામાં પણ નિષ્ફળ નીવડી છે. ઘણાં સ્ટેશનોમાં પ્લૅટફૉર્મ પર છત ન હોવા અંગેના ‘મિડ-ડે’ના સાતત્યપૂર્ણ કવરેજ બાદ રેલવેએ મોટા ભાગની છતનું સમારકામ કર્યું હતું, પરંતુ વરસાદે તેમની પોલ ઉઘાડી પાડી દીધી છે.

એવું લાગે છે કે, કામ ઉતાવળે કરવામાં આવ્યું છે, કારણ કે જે-જે સ્થળોએ વરસાદ પડ્યો છે ત્યાંના મોટા ભાગનાં સ્ટેશનોની છતમાંથી પાણી ટપકવા માંડ્યું છે, એટલું જ નહીં કેટલાંક સ્ટેશનો પર બ્રેકેટ્સ ગોઠવી દેવાયાં છે, પણ છતનું નામોનિશાન નથી.
બુધવારે થાણે સ્ટેશનની મુલાકાત દરમ્યાન આ સત્ય બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ :પાર્ક્‍સ અને ગાર્ડન્સ પરનું નિયંત્રણ છોડી દેવાની ફિરાકમાં બીએમસી

પ્લૅટફૉર્મ નંબર ૪ પરની છત ઠેકઠેકાણેથી લિક થતી હતી. નિયમિતપણે મુસાફરી કરતા અક્ષય દાતારના જણાવ્યા અનુસાર ‘પ્લૅટફૉર્મ નં. ૪ પરની છતમાં બધેથી લિકેજ છે. રેલવેએ ઉતાવળમાં કામ કર્યું હોય તેમ લાગે છે. અન્ય પ્લૅટફૉર્મ પર પણ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ફ્લોરની ટાઇલ્સ પણ કેટલીક જગ્યાએથી બહાર આવી ગઈ છે.’

mumbai central railway thane kurla mumbai local train rajendra aklekar