જાન્યુઆરીથી મુંબઈ-પુણે રેલવે લાઇન ફરી ધમધમશે

21 November, 2019 09:02 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

જાન્યુઆરીથી મુંબઈ-પુણે રેલવે લાઇન ફરી ધમધમશે

વરસાદને કારણે ધોવાઇ ગયેલા ટ્રેકનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે.

સેન્ટ્રલ રેલવે મુંબઈ-પુણે રેલ લાઇનના મંકી હિલ – નાગનાથ સેક્શન પાસે વરસાદમાં થતા નિયમિત ભૂસ્ખલનોનું કાયમી નિવારણ શોધવા માટે કાર્યરત છે. આ સેક્શન ત્રીજી ઑક્ટોબરથી બંધ હોવાથી રેલ ટ્રાફિક પ્રભાવિત થયો હતો અને જો બધું સમુસૂતરું પાર પડ્યું તો તે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં તૈયાર થઈ જશે.

રસપ્રદ રીતે મુંબઈ-પુણે ખંડાલા ઘાટ સ્ટ્રેચ પાસે ધોવાઈ ગયેલો સેક્શન ૧૯૮૪માં કેન્દ્ર સરકાર દ્વારા બાંધવામાં આવેલી નવી લાઇન પર હતો. એટલું જ નહીં ૧૮૬૩માં (ડાઉન અને મિડલ લાઇન)માં ખોલવામાં આવેલા અને બ્રિટિશરો દ્વારા બાંધવામાં આવેલા ઘાટ સેક્શનને પણ ચોમાસામાં નુકસાન પહોંચ્યું હતું, પરંતુ નજીવા સમારકામ દ્વારા તેને પૂર્વવત્ કરી દેવાયો હતો.

આ પણ વાંચો : બળદ ગાંડો થયો હતો તેથી મારી નખાયો

સેન્ટ્રલ રેલવેઝના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘અમે સ્ટ્રેચ પાસે આવેલા તમામ ભાગને દૂર કરીને કાયમી નિવારણ લાવવાનું અને ૨૫ અને ૧૮ મીટરના બે સ્પાન સાથે બ્રિજનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યું છે. સાથે જ માઇક્રો પાઇલિંગ દ્વારા જમીનને સલામત કરવામાં આવશે. તેમાં પથ્થરની અંદર સ્ટીલના સળિયા દાખલ કરીને બેઝ ઊભો કરવાનો સમાવેશ થાય છે.’

mumbai pune rajendra aklekar indian railways mumbai news