બળદ ગાંડો થયો હતો તેથી મારી નખાયો

21 November, 2019 08:56 AM IST  |  Mumbai | Gaurav Sarkar

બળદ ગાંડો થયો હતો તેથી મારી નખાયો

ઇન્દાપુર તાલુકાના પોંડવાડી ગામમાં બન્યો બનાવ.

પુણેના ગ્રામીણ જિલ્લામાં પડતા ઇન્દ્રપુર તાલુકાના પોન્ડવાડી ગામમાં રેબીઝના રોગથી ગ્રસ્ત એક ડૉગી બળદને કરડતાં બળદ ગાંડો થતાં એને ખૂંટે બાંધી રાખવામાં આવ્યો હતો. જોકે ખૂંટો તોડીને ભાગ્યા બાદ બળદે ગામમાં આતંક ફેલાવતાં બળદને માથામાં ઉપરાઉપરી જોરથી જેસીબી મશીનની લોડર બકેટથી માર મારી એની હત્યા કરવામાં આવી હતી. જોકે મારી નાખતાં પહેલાં જેસીબી મશીનના ચાલકે બળદને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ બળદે મશીન પર હુમલો કરતાં જેસીબીના ચાલકે એને મારી નાખ્યો હતો. 

ઘટના જોકે ઑક્ટોબર મહિનાની ૨૭મી તારીખની ઘટનાનો વિડિયો હાલમાં વાઇરલ થતાં લોકોમાં ચકચાર જાગી હતી. આ ઘટના સંદર્ભે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાની વાત જાણવા મળી હતી, પરંતુ પ્રાથમિક તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ ફરાર બે વ્યક્તિ રોહિત શિવાજી અને ભાઉસાહેબ અન્ના ખારતોડે વિરુદ્ધ ભિગવાન પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બાંદરા-વર્સોવા સી લિન્કનાં કામના થયા શ્રીગણેશ

ઑક્ટોબર મહિનામાં બનેલી આ ઘટના વિશે ઘટનાનો વિડિયો વાઇરલ ન થયો ત્યાં સુધી કોઈને જાણ થવા પામી નહોતી એમ કહેતાં ભિગવાન પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અમે પ્રાથમિક તપાસ હાથ ધરી જે ગામમાં આ ઘટના બની હતી એને ઓળખી કાઢ્યું છે તેમ જ જે જેસીબીથી બળદને મારી નાખવામાં આવ્યો હતો એ પણ શોધી કાઢ્યું છે. સંબંધિત ઘટનાના પગલે પીટાએ પ્રાણીઓ સામે ક્રૂરતાના કાયદાઓ વધુ સખત બનાવવાની માગણી કરી છે.

mumbai pune mumbai news