ફરી સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ ડિસેમ્બરના અંતમાં ગોવામાં

24 December, 2019 01:01 PM IST  |  Pune | Chaitraly Deshmukh

ફરી સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ ડિસેમ્બરના અંતમાં ગોવામાં

સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ

યુવાનોને ઘેલું લગાડનાર સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ આ વખતે ત્રણ વર્ષ બાદ ફરી એક વખત ગોવામાં ૩૧ ડિસેમ્બરે યોજાશે. ૧૩મો સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ, પરસેપ્ચ્યુઅલ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ૨૭થી ૨૯ ડિસેમ્બર દરમ્યાન વેગેટોર ગોવામાં યોજાવાનો છે. આ વિશે જણાવતા પરસેપ્ચ્યુઅલના સીઓઓ કરન સિંગે કહ્યું હતું કે ગોવા તો સનબર્નનું વતન છે. ફરી એક વખત ગોવામાં આયોજન થયું હોવાથી બહુ જ આનંદ થઈ રહ્યો છે. અમે ત્રણ વર્ષ બાદ ફરી ગોવામાં આવી રહ્યા છીએ એ અત્યંત ખુશીની વાત છે. છેલ્લાં ત્રણ વર્ષ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘૨૦૧૬માં પુણેમાં કેશનાડમાં બહુ જ સુંદર પ્રતિભાવ મળ્યો હતો. એ પછીનાં બે વર્ષ પણ પુણેમાં ૨,૦૦,૦૦૦ કરતાં વધુ દર્શકોએ એન્જૉય કર્યું હતું. પુણેમાં અમને અદ્ભુત સફળતા મળી હતી, પણ એમ છતાં ગોવા એ ગોવા છે એની તોલે બીજા ન આવે. ગોવા જેવું પર્ફોમન્સ બીજે નથી થતું. સનબર્ન એ ગોવામાં જ બન્યું છે અને ગોવન્સ જ છે.

goa pune pune news mumbai news chaitraly deshmukh