સાઇકિયાટ્રિસ્ટ સંજય મુખરજીની બળાત્કારના આરોપસર ધરપકડ

13 February, 2020 09:41 AM IST  |  Mumbai Desk | Samiullah Khan

સાઇકિયાટ્રિસ્ટ સંજય મુખરજીની બળાત્કારના આરોપસર ધરપકડ

૧૯ વર્ષની છોકરીની ફરિયાદને આધારે બળાત્કારના આરોપસર જાણીતા સાઇકિયાટ્રિસ્ટ અને મેરેજ કાઉન્સેલર ડૉ. સંજય મુખરજીની બોરીવલીના કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશને ગઈ કાલે રાતે ધરપકડ કરી હતી. બોરીવલી (પૂર્વ)ના માગાઠાણે વિસ્તારમાં ક્લિનિક ધરાવતા ડૉ. સંજય મુખરજી ગોલ્ડ મેડલિસ્ટ હોવા ઉપરાંત એમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અવૉર્ડ્સ પ્રાપ્ત કર્યા હોવાનું કહેવાય છે. 

ડૉ. સંજય મુખરજી પર એમની સારવાર લેતી ટીનેજર કન્યાના જાતીય શોષણ ઉપરાંત ક્લિનિકમાં એની જોડેના શારીરિક સંબંધનો વિડિયો બનાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. એમની સારવાર લેતી ઉક્ત કન્યાએ બીજી વખત ક્લિનિકમાં જવાનો ઇનકાર કરતાં મુખરજીએ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.

ફરિયાદી કન્યાએ ડૉ. મુખરજીને બદલે મહિલા ડૉક્ટર પાસે સારવાર લેવાની વાત કુટુંબીજનોને કરી હતી. કુટુંબીજનો એ છોકરીને મહિલા ડૉક્ટર પાસે લઈ ગયા હતા. છોકરીએ ડૉ. સંજય મુખરજીના વર્તનની વાત એ મહિલા ડૉક્ટરને જણાવી હતી. મહિલા ડૉક્ટરે એ વાત કુટુંબીજનોને જણાવતાં એમણે ગઈ કાલે સંજય મુખરજી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ફરિયાદી કન્યા એમના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં ભણતી કન્યાની તબિયત સારી ન રહેતી હોવાથી કેટલાક વખતથી કુટુંબીજનો અનેક ડૉક્ટરોને બતાવી ચૂક્યા હતા. પરંતુ વિવિધ પ્રકારના ચેકઅપ અને ટ્રીટમેન્ટ્સ કરાવ્યા છતાં તબિયતમાં ફેર ન પડતાં એક ડૉક્ટરે સાઇકિયાટ્રિસ્ટની સલાહ લેવાની સૂચના આપી હતી. એથી ફરિયાદીને એનાં માતા-પિતા બોરીવલી (પૂર્વ)ના મગથાણે વિસ્તારની સંજય મુખરજીની ક્લિનિકમાં લઈ ગયા હતા. ફરિયાદી કન્યા વર્ષ ૨૦૧૮ના જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાના ગાળામાં ડિપ્રેશનથી પરેશાન હતી. એ વખતમાં એ ડૉ. સંજય મુખરજીની સારવાર લેવા માટે જતી હતી. છોકરી પહેલી વખત એના દાદા જોડે ક્લિનિકમાં ગઈ હતી. એ જ વખતે ચેક અપને બહાને ડૉક્ટરે એની સાથે જાતીય છેડછાડ કરી એ વખતે છોકરીના દાદા બહાર બેઠા હતા. બીજી વખત પપ્પાની જોડે ક્લિનિકમાં ગઈ ત્યારે ડૉક્ટરે એના પપ્પાને બહાર રોક્યા અને છોકરીને કૅબિનમાં લઈ જઈને એના પર બળાત્કાર કર્યો અને એનો વિડિયો પણ ઉતાર્યો હતો. છોકરીએ કન્સલ્ટિંગની નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ વેળા ડૉ. સંજય મુખરજી પાસે જવાનો ઇનકાર કર્યો હતો. પિતાએ ડૉક્ટરને ફોન કરીને છોકરી એમની પાસે જવા ન ઇચ્છતી હોવાનું જણાવ્યું હતું. એ વખતે ડૉક્ટરના કહેવાથી પિતાએ ફોન દીકરીને આપ્યો હતો. ડૉક્ટરે છોકરીને કહ્યું હતું કે તું નહીં આવે તો વિડિયો વાઇરલ કરી દઈશ. એથી છોકરી ક્લિનિકમાં પહોંચી હતી. એ વખતે એના માસિક સ્ત્રાવનો પીરિયડ ચાલતો હોવાથી ડૉક્ટર સંજય મુખરજીએ પાછળના પ્રાઇવેટ પાર્ટમાં સંભોગ કર્યો હતો. ત્યાર પછી છોકરીએ ઘરમાં મહિલા ડૉક્ટર પાસે જવાની માગણી કરી હતી.

samiullah khan mumbai mumbai news Crime News