ફ્રી-કાશ્મીર પોસ્ટર યુવતીને મુશ્કેલીમાં મૂકશે

08 January, 2020 08:26 AM IST  |  Mumbai | Faizan Khan

ફ્રી-કાશ્મીર પોસ્ટર યુવતીને મુશ્કેલીમાં મૂકશે

પોસ્ટર સાથે મહેક મિર્ઝા

ગેટવે ઑફ ઇન્ડિયામાં આયોજિત વિરોધ-પ્રદર્શન દરમ્યાન ફ્રી-કાશ્મીર પોસ્ટર બતાવવા બદલ મહેક મિર્ઝા પ્રભુ સામે કોલાબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જે મામલે તેણે ભારે આઘાતની લાગણી અનુભવી છે. તેમ જ રાઇનો પહાડ બનાવવામાં આવ્યો હોવાની લાગણી વ્યકત કરી છે. એક વિડિયોમાં તેણે કહ્યું હતું કે તેનો કહેવાનો અર્થ કાશ્મીરીઓને અભિવ્યક્તિનું સ્વતંત્રતા આપવાનો હતો, નહીં કે કાશ્મીરને ભારતથી મુક્ત કરવાનો. ‘મિડ-ડે’ સાથેની મુલાકાત દરમ્યાન તેણે આ પ્લેકાર્ડ દર્શાવવા બદલ માફી માગતાં જણાવ્યું હતું કે ‘કોઈએ મારી પાસેથી સ્પષ્ટતા માગ્યા વિના સમગ્ર ઇન્ટરનેટ પર મારો ચહેરો ફરતો કરી દીધો, જે મારા માટે અસલામતીનું નિમિત્ત બન્યું છે. આ અત્યંત કમનસીબ પરિસ્થિતિ છે.’

આ પણ વાંચો : પાર્કિંગ ફાઇનમાં 2000નો ઘટાડો, છતાં મુંબઈગરાઓ કોર્ટમાં જશે

પોતાને મહેક મિર્ઝા પ્રભુ તરીકે ઓળખાવનારી મહિલા શહેરસ્થિત સ્ટોરી ટેલર અને લેખિકા છે. વિવાદ વકરતાં પ્રભુએ તેના ફેસબુક પેજ પર એવા નિવેદન સાથેનો વિડિયો જારી કર્યો હતો કે ‘સોશ્યલ મીડિયા પર દર્શાવવામાં આવેલી તસવીર મારા માટે આઘાતસમાન છે. હું કાશ્મીરીઓને મારું સમર્થન આપી રહી હતી અને તેમના મૂળભૂત બંધારણીય હક્કોની માગણી કરી રહી હતી, તે પાછળ બીજો કોઈ એજન્ડા ન હતો. જો અજાણતાં મારાથી કોઈ હોબાળો મચી ગયો હોય તો હું માફી માગું છું. હું એક કલાકાર છું, અને મૂળભૂત માનવકરુણામાં વિશ્વાસ ધરાવું છું.’

mumbai news colaba kashmir mumbai crime branch mumbai crime news Crime News