લોકસભાની ચૂંટણીની તૈયારી

16 January, 2019 10:53 AM IST  | 

લોકસભાની ચૂંટણીની તૈયારી

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્ય સરકારે ગઈ કાલે 700 કરોડ રૂપિયાની સ્કીમોને મંજૂરી આપી હતી. આમાં રામોશી અને વડાર સમાજનો પણ સમાવેશ હતો. સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રામોશી અને વડાર સમાજ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારની કમિટી સાથે ચર્ચા કર્યા બાદ ગઈ કાલે 250 કરોડ અધર બૅકવર્ડ ક્લાસ (OBC) જ્યારે ૩૦૦ કરોડ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ (SC/ST) કૉર્પોરેશનને ફાળવવામાં આવ્યા હતા. આ અગાઉ રાજ્ય સરકારે મરાઠાઓ માટે ૧૬ ટકા અનામતનો નિર્ણય લીધો હતો.

૧. છત્રપતિ શિવાજી મહારાજ ખેડૂત સન્માન યોજના અંતર્ગત નાની લોનની માફી.

૨. OBC સ્ટુડન્ટ્સ માટે જિલ્લાઓમાં હૉસ્ટેલ બનાવવા મંજૂરી.

૩. OBC વિદ્યાર્થીઓ માટે સાવિત્રીબાઈ ફુલે શિષ્યવૃત્તિ યોજના લાગુ.

૪. રાજ્યમાં તથા શહેરમાં OBCના દસમા અને બારમા ધોરણમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા સ્ટુડન્ટ્સ માટે સ્વ. વસંતરાવ નાઈક સ્કૉલરશિપ આપવામાં આવશે.

૫. અન્નાસાહેબ પાટીલ OBC કૉર્પોરેશનમાં ૧૦ લાખ સુધીની લોન માફ કરાશે.

૬. અન્નાસાહેબ પાટીલ ફાઇનૅન્સ બૅકવર્ડ કૉર્પોરેશનના ધોરણે સમકક્ષ ગ્રુપ લોન ઇન્ટરેસ્ટ રિટર્ન પર મહારાષ્ટ્ર રાજ્ય OBC ફાઇનૅન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તેમ જ વસંતરાવ નાઈક વિમુક્ત જાતિ આદિવાસી જાતિના આર્થિક વિકાસ કૉર્પોરેશન દ્વારા લાગુ પાડવામાં આવશે.

૭. મહારાષ્ટ્ર રાજ્ય બ્ગ્ઘ્નાં નાણાં અને વિકાસ કૉર્પોરેશન દ્વારા લેવામાં આવતી લોનની રકમની મર્યાદા 25,000થી વધારીને એક લાખ કરવામાં આવી છે.

૮. મહારાષ્ટ્ર રાજ્ય OBC ફાઇનૅન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનાં આગામી ત્રણ વર્ષમાં 250 કરોડની સહાય કરવામાં આવશે.

૯. વસંતરાવ નાઈક વિમુક્ત જાતિ અને ભટકતા લોકો માટે આર્થિક વિકાસ મહામંડળને આગામી ત્રણ વર્ષમાં 300 કરોડની સહાય કરવામાં આવશે.

૧૦. કેન્દ્રની પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને રાજ્ય સરકારની મહાત્મા જ્યોતિબા ફુલે જનઆરોગ્ય યોજનાઓમાં સમન્વય સાધવામાં આવશે.

૧૧. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત નંદુરબાર અને વામિશ આ બન્ને જિલ્લાઓમાં મૉડલ ડિગ્રી કૉલેજ સ્થાપવાની મંજૂરી.

૧૨. મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી અને સિડકોની જમીન પર રહીશોને તેમ જ સહકારી ગૃહનર્મિાણ સંસ્થાના લીઝ પર વાપરવા માટે આપેલા ક્ષેત્ર પર વધતા દરે આકારણી કરવામાં નહીં આવે.

આ પણ વાંચો: કર્ણાટકના કૉન્ગ્રેસી વિધાનસભ્યો મુંબઈમાં હોવાનો ભાંડો ફૂટી ગયો

૧૨. સ્કૂલ બહારનાં બાળકોના પૂરક પોષણ માટે રાજ્યમાં અગિયાર જિલ્લામાં કિશોર વયનાં બાળકો માટે સુવિધા યોજના લાગુ કરવામાં આવશે.

devendra fadnavis mumbai news