કાંદિવલી લોખંડવાલાના રહેવાસીઓની પાર્કિંગની વધતી સમસ્યાનો ઉકેલ મળ્યો

02 August, 2019 01:20 PM IST  |  મુંબઈ | પ્રાજક્તા કસાલે

કાંદિવલી લોખંડવાલાના રહેવાસીઓની પાર્કિંગની વધતી સમસ્યાનો ઉકેલ મળ્યો

સફાયર હાઇટ બિલ્ડિંગથી અનુદત્ત સ્કૂલ

કાંદિવલી પૂર્વમાં આવેલા લોખંડવાલા ટાઉનશિપના રહેવાસીઓની વાહનોના પાર્કિંગના વધી રહેલા ત્રાસનો છેવટે ઉકેલ મળ્યો છે. બીએમસીએ એક મહિનાના સમયગાળામાં વિસ્તારના ૧૦ રસ્તાઓ પર પે એન્ડ પાર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેનો વહીવટ બીએમસી દ્વારા નિમાયેલા કૉન્ટ્રૅક્ટર કરશે. આ વિસ્તારમાં મોટા ભાગનાં બિલ્ડિંગો નવાં છે અને તેમાં પર્યાપ્ત પ્રમાણમાં પાર્કિંગ સ્પેસ પણ છે તેમ છતાં ત્યાંના રસ્તાઓ ઑટોરિક્ષા અને આસપાસના વિસ્તારોનાં ભારે વાહનોથી ભરેલા રહે છે. સ્થાનિક કોર્પોરેટર, પોલીસ અને વોર્ડ ઑફિસમાં અનેક ફરિયાદો છતાં સમસ્યાનું નિરાકરણ થઈ શક્યું નથી.

લોખંડવાલા વિસ્તારની આસપાસમાં દામુનગર, ક્રાન્તિનગર, હનુમાનનગર વિસ્તારો આવેલા છે, જ્યાંના લોકો પણ લોખંડવાલામાં જ પાર્ક કરે છે. કેટલાક બદમાશોએ તો ગેરકાયદે પે એન્ડ પાર્કનો ધંધો શરૂ કરી દીધો છે. બીએમસીએ તેની યોજનામાં રિક્ષા માટે ૬૯૯, કાર અને અન્ય ફોર વ્હીલર્સ માટે ૪૮૦, ટૂ-વ્હીલર્સ માટે ૮૦ અને ભારે વાહનો માટે પાંચ જગ્યા અનામત રાખી છે. આ પાર્કિંગ સ્પેસથી સરકારને ૧૨ લાખની આવક થશે. જોકે સરકારનું લક્ષ આવક વધારવામાં નહીં પરંતુ લોકોમાં પાર્કિંગની આદત કેળવવાની છે.

આ પણ વાંચો: મુંબઈ: લિફ્ટ માગનાર પર દયા ખાનાર ટ્રક-ડ્રાઇવરને લૂંટી લેવાયો

લોખંડવાલા સર્કલથી ક્રાન્તિનગર ઑટોરિક્ષા સ્ટેન્ડ
સફાયર હાઇટ બિલ્ડિંગથી અનુદત્ત સ્કૂલ
ગ્રીન હિલ સોસાયટીથી સફાયર હાઇટ બિલ્ડિંગ
અનિતા વિહાર બિલ્ડિંગ નજીકનો રસ્તો
ઈસાબેલ સોસાયટીથી સફાયર હાઇટ બિલ્ડિંગ
નેબરહુડ બિલ્ડિંગથી સફાયર હાઇટ બિલ્ડિંગ
હાઇ લૅન્ડ સોસાયટીથી નેબરહુડ બિલ્ડિંગ
ગ્રીન મેડોઝ સોસાયટીથી વીર અબ્દુલ હમીદ ગાર્ડન રોડ
મનકામેશ્વર પીએસસીથી પી. નોર્થ એન્ડ રોડ
ક્રાન્તિનગર રિક્ષા સ્ટેન્ડથી મનકામેશ્વર રોડ

mumbai news kandivli