મતદાન-મથકો વૉટર-પ્રૂફ ટેન્ટ અને અગ્નિશામક સાધનોથી સજ્જ

21 October, 2019 12:55 PM IST  |  મુંબઈ | સંજીવ શિવાડેકર

મતદાન-મથકો વૉટર-પ્રૂફ ટેન્ટ અને અગ્નિશામક સાધનોથી સજ્જ

રાજ્ય વિધાનસભાની ચૂંટણી-પ્રચારના છેલ્લા દિવસે વરસાદે દેખા દીધી હોઈ ઈવીએમ અને ચૂંટણીને લગતી અન્ય વસ્તુઓની જાળવણી માટે કોઈ ચાન્સ લેવા ન માગતા જિલ્લા વહીવટીતંત્રએ જડબેસલાક વ્યવસ્થા કરી છે. 

મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટ ઍડમિનિસ્ટ્રેશને ‘મિડ-ડે’ને જણાવ્યાનુસાર ‘ઈવીએમ અને ચૂંટણીને લગતી અન્ય ચીજોને નુકસાનીથી બચાવવા માટે મતદાન મથક સુધી લઈ જવા અને ત્યાર બાદ સ્ટ્રોન્ગ રૂમ સુધી પહોંચાડવા માટે સરકારમાન્ય માઇક્રોન્સના પ્લાસ્ટિકમાં વીંટાળી દેવામાં આવશે.’
મુંબઈ સબર્બન કલેક્ટર મિલિંદ બોરીકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ખુલ્લા સ્થળે ઊભાં કરવામાં આવેલાં મતદાન મથકો વૉટર પ્રૂફ ટેન્ટ અને અગ્નિશામક સાધનોથી સજ્જ હશે. આ વખતે મુંબઈ સબર્બનમાં પ્રથમ વેળા મત આપનારા મતદારોની સંખ્યા ૧.૫૨ લાખ જેટલી છે.

mumbai Election 2019 national news