રેઇઝિંગ ડેની ઉજવણી માટે મૅચનું આયોજન થયું હતું

05 January, 2020 01:20 PM IST  |  Mumbai Desk

રેઇઝિંગ ડેની ઉજવણી માટે મૅચનું આયોજન થયું હતું

પાલઘરના મકુનસરમાં ગઈ કાલે બપોરે ‌પાલઘર તાલુકાના વિ‌વિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વચ્ચે ‌ક્રિકેટ મૅચનું આયોજન થયું હતું. આ મૅચ દરમ્યાન એક આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં ૩૮ વર્ષના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ સાનપ હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ પામ્યા હતા. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે તેમના નેતૃત્વ હેઠળ સફાળે પોલીસ સ્ટેશનની જીતની તેઓ ઉજવણી કરી રહ્યા હતા. આ બનાવ ‌વિશે સમાચાર મળતાં પોલીસ ‌વિભાગ સ‌હિત તેમને ઓળખતી દરેક વ્ય‌ક્તિ ભારે આઘાતમાં સરી પડી હતી. 

પાલઘર તાલુકા પોલીસ દ્વારા ગઈ કાલે મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ રેઇઝિંગ ડેની ઉજવણી માટે યોજાયેલી મૅચમાં એપીઆઇ સંદીપ સનપ કેળવે કોસ્ટલ પોલીસ સ્ટેશન સામે તેમના પોલીસ સ્ટેશનની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ બનાવ ‌વિશે પાલઘર પોલીસ ‌વિભાગના પ્રવક્તા પીએસઆઇ હેમંત કાટકરે જણાવ્યું કે પાલઘર તાલુકામાં આવેલા કેળવે કોસ્ટલ, સફાળે, મનોર, સાતપટ્ટી અને પાલઘર પોલીસ મળી ૬ પોલીસ સ્ટેશને મૅચમાં ભાગ લીધો હતો. સંદીપ સનપ સફાળે પોલીસ સ્ટેશનના કૅપ્ટન હતા અને તેમણે કેળવે કોસ્ટલ પોલીસ સ્ટેશનને માત આપી હતી. આ પોલીસ અધિકારી ભારે ઉત્સાહી થઈ ગયા હતા જેથી તેમનું બ્લડ-પ્રેશર વધી ગયું હતું. અચાનક જ તેમને હાર્ટ-અટૅક આવ્યો અને તેઓ લથડી પડ્યા હતા. ત્યાં ઉપ‌સ્થિત સાથીદારો તેમને પ્રથમ પાલઘરની પાર્થ હૉ‌સ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી તેમને વસઈની પ્લૅ‌ટિનમ હૉ‌સ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં તેમને ડૉક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ વખતે પાલઘર તાલુકા ‌વિભાગના ‌સિ‌નિયર પોલીસ અધિકારીઓ પણ ઉપ‌સ્થિત હતા. તેમની ડેડ-બૉડી આજે ના‌શિકમાં આવેલા ‌ચિંચવલીમાં તેમના ગામ લઈ જવાશે અને ત્યાં તેમની અં‌તિમ‌વિધિ કરવામાં આવશે. ૨૦૧૯ની ૨૨ જાન્યુઆરીએ સં‌દીપ સફાળે પોલીસ-સ્ટેશન સાથે જોડાયો હતો.’

mumbai news mumbai palghar