Maharashtra:શીના બોરા મર્ડર કેસમાં HCએ પીટર મુખર્જીને આપી બેલ

06 February, 2020 06:35 PM IST  |  Mumbai Desk

Maharashtra:શીના બોરા મર્ડર કેસમાં HCએ પીટર મુખર્જીને આપી બેલ

શીના બોરા મર્ડર કેસમાં બૉમ્બે હાઇકોર્ટે પીટર મુખર્જીને બેલ આપી દીધી છે. પીટર મુખર્જી, તેની પૂર્વ પત્ની ઇન્દ્રાણી, ઇન્દ્રાણીના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઇવર શ્યામર રાય પર ઇન્દ્રાણીની દીકરી શીના બોરાની હત્યાનો આરોપ છે. આ મામલે પીટર નવેમ્બર 2015થી મુંબઇની આર્થર રોડ જેલમાં છે.

વિશેષ ન્યાયાધીશ જેસી જગદાલે સામે પીટરે કહ્યું કે મને નથી ખબર કે હું ક્યાર સુધી જીવીત રહીશ, તેથી હું વિદેશમાં રહેતા મારા બાળકો સાથે વાત કરવા માગું છું. તેની અરજી પર ન્યાયાલયે કહ્યું કે તે જેલમાં લોકોને મળી શકે છે. આ બાબતે પીટરે કહ્યું કે અત્યાર સુધી હું જેલમાં ફક્ત એવા લોકોને મળતો આવ્યો છું, જે આ મામલે જોડાઇ રહ્યા છે, ન કે એવા લોકો જે મારી નજીક છે. આ બાબતે જજે કહ્યું કે ન્યાયાલય પીટરની આ વાત પર ધ્યાન આપશે.

માર્ચ 2019માં પીટરના હ્રદયમાં ચાર બ્લૉકેજની જાણ થયા બાદ તેની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. પોતાના સ્વાસ્થ્ય પર ન્યાયાલયને અપડેટ કરતાં પીટરે હ્રદયની સર્જરી પછી મેડિકલ પરીક્ષણની પરવાનગી માટે ન્યાયાલયનો આભાર પણ વ્યક્ત કર્યો. પીટરે કહ્યું કે મને પરીક્ષણ માટે દવા માટે પરવાનગી આપવા માટે તમારો આભાર, બધાં પેરામીટર સામાન્ય છે.

મુંબઇના એક ફેમિલી કૉર્ટે પૂર્વ મીડિયા કારોબારી પીટર મુખર્જી અને તેની પત્ની ઇન્દ્રાણી મુખર્જીનો ડિવૉર્સ સ્વીકારી લેવામાં આવ્યો હતો. બન્ને હજી શીના બોરા હત્યા મામલે સુનાવણીનો સામનો કરી રહ્યા છે. ઇન્દ્રાણીની વકીલે જણાવ્યું કે તેમણે ડિવૉર્સ સહેમતિથી લીધો હતો અને કોર્ટે દરેક દલીલો સાંભળ્યા પછી જાણ્યું કે 17 વર્ષ જૂના વૈવાહિક સંબંધોને પૂરું કરવું જ યોગ્ય ગણાશે.

પીટર અને ઇન્દ્રાણી મુખર્જીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બાન્દ્રાની એક કોર્ટમાં ડિવૉર્સની અરજી નોંધાવી હતી. ડિવૉર્સ દરમિયાન બન્નેની સંપતિની વહેંચણી પર પણ સહેમતિ બની હતી. આમાં સ્પેન અને લંડનની સંપત્તિઓ અને અન્ય ઇન્વેસ્ટમેન્ટનો પણ સમાવેશ થયેલો છે. ઇન્દ્રાણીએ પીટરને ડિવૉર્સ નોટિસ આપી હતી તેણે વૈવાહિક સંબંધો સુધરી ન શકવાને આરે છે એવું કહ્યું હતું.

peter mukerjea sheena bora case sheena bora Crime News bombay high court