મુંબઈ: હવે પરીક્ષામાં પ્રશ્નપત્રો નહીં માત્ર પ્રશ્નો જ લીક થાય છે!

10 April, 2019 10:24 AM IST  |  | પલ્લવી સ્માર્ત

મુંબઈ: હવે પરીક્ષામાં પ્રશ્નપત્રો નહીં માત્ર પ્રશ્નો જ લીક થાય છે!

પ્રતીકાત્મક તસવીર

મુંબઇ યુનિવર્સિટીમાં ફરી એક વખત પ્રશ્નપત્ર લીક થવાની ઘટના સામે આવી છે, પણ આ વખતે આખું પ્રશ્નપત્ર લીક ન થતાં માત્ર સવાલો લીક કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી પાસે પેપર લીક થયું હોવાનો કોઇ ઠોસ પુરાવો નથી તેથી યુનિવર્સિટી દ્વારા પોલીસ રિપોર્ટ પર આધાર રાખવામાં આવી રહ્યો છે.

એક જ અઠવાડિયામાં જુદી જુદી કૉલેજમાં સોમવારે અને શુક્રવારે આવો બનાવ બન્યો હતો. થર્ડ યર બૅચલર ઇન કૉમર્સના ચાર વિદ્યાર્થીઓને પકડવામાં આવ્યા હતા. આ ચારે વિદ્યાર્થીઓના મોબાઇલ ફોનમાં ઑબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબો એકસરખી રીતે અને એક પછી એક લખવામાં આવ્યા હતા. ચારમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ભાઇંદરની રીટા મહેતા કૉલેજ અને અભિનવ કૉલેજના અને એક વિદ્યાર્થી કાંદિવલીની નિર્મલા ફાઉન્ડેશન કૉલેજનો હતો.

આ પણ વાંચો : મુંબઈ: ચૂંટણીને લીધે દસમા-બારમાનાં પરિણામ મોડાં જાહેર થઈ શકે

તપાસમાં જાણવા મળ્યું હતું કે પરીક્ષાના સમય પહેલાં પ્રશ્નો લિક કરવામાં આવ્યા હતા. અભિનવ કૉલેજના પ્રિન્સિપાલ દ્વારા નવઘર પોલીસમાં અને નિર્મલા કૉલેજ દ્વારા સમતાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, પણ લીક થયેલા કોઇ પ્રશ્નપત્ર મળી આવતાં હવે યુનિવર્સિટી દ્વારા તપાસની રાહ જોવામાં આવી રહી છે.

mumbai news mumbai university