ગાય બાદ હવે દીપડો આઇઆઇટીના ક્લાસરૂમમાં ભણવા જાય છે

16 August, 2019 11:04 AM IST  |  મુંબઈ

ગાય બાદ હવે દીપડો આઇઆઇટીના ક્લાસરૂમમાં ભણવા જાય છે

દીપડો

આઇઆઇટી બૉમ્બેના પવઈ કૅમ્પસમાં પ્રાણીઓ દેખાવાની ઘટના અત્યંત સામાન્ય થઈ ગઈ છે. ઇન્સ્ટિટ્યૂટના ક્લાસરૂમમાં ગાય ફરતી દેખાયાનો વિડિયો વાઇરલ થયાના થોડા દિવસો બાદ હવે કૅમ્પસમાં દીપડો ફરી રહ્યો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. જોકે વિડિયો કયા સ્થળનો છે તે સંબંધે અધિકારી વર્ગે કોઈ સ્પષ્ટતા કરી નથી. એકાદ અઠવાડિયા પહેલાં કૅમ્પસની અંદર બે બળદ દોડતા જોવા મળ્યા હતા, જેની અડફેટે ચડી એક સ્ટુડન્ટ ઇજા પણ પામ્યો હતો.

નામ ન આપવાની શરતે ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કૅમ્પસમાં પ્રાણીઓ દેખાવાની ઘટના અત્યંત સામાન્ય બનતી જાય છે. અમે વન વિભાગને આની જાણ કરવા સાથે જ સ્ટાફ, સ્ટુડન્ટ્સ અને અન્યોને સાવચેત રહેવા રાત્રે અંધારામાં ટોળામાં જ બહાર નીકળવા તથા અકારણ બહાર લટાર ન મારવા જેવા કેટલાક નિર્દેશ આપ્યા છે.’

આ પણ વાંચો : થાણેમાં યુવાનના ગાંડપણે હજારો મુસાફરોને મુશ્કેલીમાં મૂકી દીધા

સ્ટુડન્ટ્સ જણાવે છે કે કૅમ્પસમાં દીપડો દેખાવવો એ એક સામાન્ય ઘટના બની ગઈ છે. ઇન્સ્ટિટ્યૂટ તરફથી તકેદારી રાખવા જણ‌ાવાયું છે તે સાથે જ દીપડો દેખાતાં જ અલાર્મ વગાડવા જેવી વ્યવસ્થા કરવામાં આવે તો ઘણું સારું રહેશે. અન્ય એક સ્ટુડન્ટે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ મોટે ભાગે વરસાદની મોસમમાં થાય છે, જ્યારે વરસાદથી બચવા આશ્રય શોધતાં પ્રાણીઓ કૅમ્પસમાં ઘૂસી જતા હોય છે.

indian institute of technology powai pallavi smart