કૉલેજોનો ઇવૅલ્યુએશન પ્રોસેસ ઝડપી બનાવવા સર્ટિફિકેટ્સ આપવાનો નિર્ણય

03 April, 2019 12:00 PM IST  |  મુંબઈ | પલ્લવી સ્માર્ત

કૉલેજોનો ઇવૅલ્યુએશન પ્રોસેસ ઝડપી બનાવવા સર્ટિફિકેટ્સ આપવાનો નિર્ણય

મુંબઈ યુનિવર્સિટી

મુંબઈ યુનિવર્સિટીએ સંલગ્ન કૉલેજોનો ઇવૅલ્યુએશન પ્રોસેસ ઝડપી અને વધારે આધારભૂત બનાવવા માટે સંલગ્ન કૉલેજોને એમના ઇવૅલ્યુએશન પર્ફોર્મન્સને આધારે સર્ટિફિકેટ્સ આપવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના સક્યુર્લરમાં જણાવવામાં આવ્યા મુજબ કૉલેજો માટે સંલગ્નતાના નવીનીકરણ માટે તથા ઍડ્મિશન માટે મંજૂર કરવામાં આવેલી વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે, નવા કોર્સિસ શરૂ કરતી વેળા અને કૉલેજની નવી બ્રાન્ચ ખોલવા માટે પણ ઇવૅલ્યુએશન પર્ફોર્મન્સ સર્ટિફિકેટ્સ જરૂરી બનશે.

આ પણ વાંચો : મુંબઈ: બ્રિજ દુર્ઘટના કેસમાં બે દિવસમાં BMCના બે કર્મચારીની ધરપકડ

બે વર્ષથી પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવામાં વિલંબ બાબતે તેમ જ ઑન સ્ક્રીન માર્કિંગ(OSM) સિસ્ટમ બાબતે મુંબઈ યુનિવર્સિટીની ભારે ટીકા થઈ રહી છે. ઇવૅલ્યુએશન પ્રોસેસમાં કૉલેજોની ઓછી સહભાગિતાને કારણે એવું બનતું હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું હતું.

mumbai university mumbai news mumbai