PMCના કર્મચારીઓની દિવાળી સુધરી આવતા અઠવાડિયે પગાર મળશે

06 October, 2019 01:07 PM IST  |  મુંબઈ | વિનોદ કુમાર મેનન

PMCના કર્મચારીઓની દિવાળી સુધરી આવતા અઠવાડિયે પગાર મળશે

જૉ થૉમસ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) આર્બિટ્રેટર અને બૅન્કના યુનિયન વચ્ચે બૅન્ક મુશ્કેલીમા મુકાવા બાબતે બે દિવસ પહેલાં થયેલી મીટિંગ બાદ પીએમસી બૅન્કના ૧૮૦૦ જેટલા જૂના કર્મચારીઓને આવતા અઠવાડિયે સપ્ટેમ્બર મહિનાનો પગાર ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. બૅન્કના મોટા ભાગના કર્મચારીઓએ પોતાની જ બૅન્કમાંથી પર્સનલ, હાઉસિંગ અને વાહન માટેની લોન લીધી હોવાથી રિઝર્વ બૅન્કના પ્રતિબંધો બાદ તેઓ તેમના ઈએમઆઇ ચુકવણી વિશે ચિંતિત હતા.

બૅન્કના કર્મચારી અને કો-ઑપરેટિવ બૅન્ક એમ્પ્લૉઇઝ યુનિયનના સેક્રેટરી માધવ ગડાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૩૦ વર્ષમાં ગ્રાહકોનો વિશ્વાસ જીતવા તથા બૅન્કને મજબૂત બનાવવા અમે કર્મચારીઓએ ઘણી મહેનત કરી છે. હજી પણ કર્મચારીઓને આશા છે કે એક મહિનાના સમયગાળામાં આ સમસ્યા ઉકેલાઈ જશે.’

પીએમસીના કર્મચારીએ જણાવ્યું હતું કે જો કોઈ કર્મચારી પાસે પર્યાપ્ત રકમ ન હોય અને તે ખાતું બંધ કરવા ઇચ્છતો હોય તો પોતાની એફડી તોડીને બચત ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી એમાંથી મહિનાની નિર્દિષ્ટ રકમનો ઉપાડ કરી શકે છે. મેડિકલ, શિક્ષણ કે લગ્ન જેવા આકસ્મિક ખર્ચા માટે ખાતાધારક બૅન્કની શાખામાં જઈ અરજી કરી શકે છે. બૅન્ક આરબીઆઇની મંજૂરી મેળવી ખાતાધારકને ૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ રૂપિયાની રકમના ઉપાડ માટે વિશેષ મંજૂરી મેળવી આપશે.

ગઈ કાલે સાયન કોલીવાડાસ્થિત ગુરુનાનક સ્કૂલમાં યોજાયેલી મીટિંગમાં સિખ સમાજના સભ્યોએ સિખ સંસ્થાનો, ઉદ્યોગ ગૃહો અને મોટા ડિપોઝિટર્સને બૅન્કને ફરી ધમધમતી કરવા આરબીઆઇની પરવાનગી પછી પણ બે કે ત્રણ વર્ષ માટે ડિપોઝિટ્સનો ઉપાડ ન કરવા અપીલ કરી હતી.

mumbai news reserve bank of india vinod kumar menon