પીએમસી બૅન્ક મામલે ચાલી રહી છે પૂછપરછ

07 October, 2019 12:30 PM IST  |  મુંબઈ

પીએમસી બૅન્ક મામલે ચાલી રહી છે પૂછપરછ

પીએમસી બૅન્ક મામલે ચાલી રહી છે પૂછપરછ

દિવસો સુધી નાસતા ફર્યા પછી શનિવારે ધરપકડ કરાયેલા પીએમસી બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન વરયામ સિંહને કિલ્લા કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં તેમને ૯ ઑક્ટોબર સુધી ઈઓડબ્લ્યુની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે વરયામ સિંહના વકીલે જણાવ્યું હતું કે તેઓ પોલીસમાં સમર્પણ કરવા જ જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની ધરપકડના ખોટા અહેવાલ બહાર પાડ્યા હતા.
આર્થિક ગુના શાખાએ જણાવ્યા મુજબ વરયામ સિંહ પીએમસી બૅન્કના ચૅરમૅન હોવા ઉપરાંત એચડીઆઇએલના વહીવટી ડિરેક્ટર હોવાથી આ સંપૂર્ણ કૌભાંડમાં તેમનો રોલ અત્યંત મહત્ત્વનો રહ્યો હતો.
વરયામ સિંહના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મારા અસીલને આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. તેનું કામ માત્ર દસ્તાવેજો પર સહી કરવાનું હતું. મારા અસીલ કોઈ બૅન્કર નથી, ચૅરમૅન હતા ત્યારે પણ તેમને કોઈ ડોક્યુમેન્ટ્સ મેળવવાનો અધિકાર નહોતો. જોકે ઈઓડબ્લ્યુના અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે કરાયેલી પૂછપરછમાં વિરોધાભાસી નિવેદનો મળ્યાં હોવાથી અમે બૅન્ક કૌભાંડમાં મહત્ત્વનો ભાગ ભજવનારા ચારેયની એકસાથે પૂછપરછ કરવા માગીએ છીએ.
દરમ્યાન ઈડીએ કેસની તપાસના ભાગરૂપે પીએમસી અને એચડીઆઇએલના અધિકારીઓનાં રહેઠાણ અને ઑફિસોમાં દરોડા પાડવા શરૂ કરી દીધા છે. ઈઓડબ્લ્યુ પછી ઈડી પણ ચારેયની કસ્ટડી લેવા અરજી કરશે.

mumbai