સુપ્રીમ કોર્ટની સૂચના બાદ કાર ડેપો પ્લૉટ પર ૪૧ વૃક્ષો કપાવાનાં બાકી

08 October, 2019 02:49 PM IST  |  મુંબઈ ડેસ્ક | રણજિત જાધવ

સુપ્રીમ કોર્ટની સૂચના બાદ કાર ડેપો પ્લૉટ પર ૪૧ વૃક્ષો કપાવાનાં બાકી

આરે કોલોનીમાં વૃક્ષો કપાયા બાદની પરિસ્થિતી. તસવીર- સઈદ સમીર અબેદી

મુંબઈ : વૃક્ષોની કાપણી ન થવી જોઈએ અને પૂર્વ સ્થિતિની જાળવણી થવી જોઈએ એવી સુપ્રીમ કોર્ટે સૂચના આપી તે સાથે જ ઘણા પ્રકૃતિપ્રેમીઓએ કાર ડેપોના સ્થળે પહોંચીને વૃક્ષો કપાઈ રહ્યાં છે કે કેમ તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કલમ ૧૪૪ અને ભારે પોલીસ બંદોબસ્તને કારણે કોઈ પણ વ્યક્તિ આરેમાં પ્રવેશી શકી ન હતી. સાંજે આશરે ૫.૩૦ વાગ્યે આરે માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો.

એમએમઆરસીએ જારી કરેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૧૮૫ વૃક્ષો પાડી નાખવાની કામગીરી ૪ અને ૫ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ હાથ ધરાઈ હતી અને અત્યાર સુધીમાં ૨૧૪૧ વૃક્ષો પાડી નાખવામાં આવ્યાં છે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને જ્યારે વૃક્ષો કાપવાની કામગીરી શરૂ થઈ ત્યારે તે અંગે ટિપ્પણી કરવાનું પણ ટાળ્યું હતું, પણ હવે આશ્ચર્યજનક રીતે તેણે વૃક્ષોની કાપણીની પ્રક્રિયાની અપડેટ આપતી અખબારી યાદી જારી કરી છે.

બે લાખ રૂપિયાનું ક્રાઉડ ફન્ડિંગ
પકડાયેલા લોકોની જામીનની રકમ ચૂકવવા માટે ક્રાઉડ ફન્ડિંગની પ્રવૃત્તિ પણ હાથ ધરાઈ હતી અને ૨.૩ લાખ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક હતો, જેની સામે ૧૨ કલાક અથવા તેના કરતાં ઓછા સમયમાં ૨,૩૨,૫૦૦ રૂપિયા એકત્રિત થયા હતા.

ચળવળકર્તાઓ શું કહે છે?
એન્વાયર્નમેન્ટલિસ્ટ ભાથેનાએ જણાવ્યા પ્રમાણે ‘સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતા અંગે સંમતિ દર્શાવી અને આખરી સુનાવણી આપવાની સંમતિ દર્શાવી તે જાણીને આનંદ થયો. છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે આ પ્રશ્ન પર ધ્યાન આપવામાં આવે તે માટે પ્રયત્નશીલ છીએ.’

aarey colony