મુંબઈ: આજથી ઓલા-ઉબરના ડ્રાઇવરોની હડતાળ?

14 January, 2019 09:45 AM IST  | 

મુંબઈ: આજથી ઓલા-ઉબરના ડ્રાઇવરોની હડતાળ?

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા આઠ દિવસથી બેસ્ટ કર્મચારીઓ હડતાળ પર છે જેથી મુંબઈગરાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ મુશ્કેલીમાં આજથી વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. મરાઠી કામગાર સેના અને ઓલા-ઉબરના ડ્રાઇવરોએ પણ હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ઓછામાં ઓછું ભાડું 100થી 150 કરો, પ્રતિ કિલોમીટરદીઠ 18થી 23 આવી છે. આ માગણીઓ માટે ડ્રાઇવરોએ ગયા વર્ષે નવેમ્બરમાં ૧૨ દિવસની હડતાળ પાડી હતી. હડતાળ બાદ ઍપ-બેઝ્ડ ટૅક્સી કંપનીઓએ ૧થી 3 રૂપિયા ઇન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : પહેલી ફેબ્રુઆરીથી દેશભરમાં CAIT દ્વારા એક અનોખી ઝુંબેશ

જોકે એની સામે કંપનીઓએ ટૅક્સીના માલિકોને કામ આપવાનું બંધ કરીને બદલામાં લીઝ પર ગાડીઓ ભાડે આપવાનું શરૂ કર્યું છે અને એને જ કામ આપવામાં આવે છે. ગયા વખતે હડતાળ પાછી ખેંચતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડ્રાઇવરોને જે આશ્વાસન આપ્યું હતું એને પૂર્ણ કરવાની માગણી કરવામાં આવી રહી છે.

ola uber mumbai news