હવે બીએમસી શાળાઓ અને હૉસ્પિટલ્સને ઇનામ આપશે

02 November, 2019 02:19 PM IST  |  મુંબઈ ડેસ્ક

હવે બીએમસી શાળાઓ અને હૉસ્પિટલ્સને ઇનામ આપશે

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં મુંબઈ શહેર ૩૧મા ક્રમાંકથી ઘટીને ૪૯ ક્રમાંક પર આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની આંખો ખૂલી હતી. સપ્ટેમ્બર મહિનામાં બીએમસીએ જાહેરાત કરી હતી કે જે કૉર્પોરેટર્સના વોર્ડમાં વધુ સ્વચ્છતા હશે તેમને ૧ કરોડથી લઈને ૫૦ લાખ સુધીનાં ઇનામ આપવામાં આવશે, આ સાથે અમુક એનજીઓને પણ ઇનામો આપવાની વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે બીએમસી દ્વારા શહેરની ગણતરીમાં હૉસ્પિટલ્સ અને શાળાઓને ૧૧ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરાઈ છે. જે શાળાઓ અને દવાખાનાંઓ સ્વચ્છતા જા‍ળવતા હશે અને શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનો સહયોગ આપતાં હશે એવી સંસ્થાઓની પસંદગી કરવામાં આવશે. 

બીએમસીના પબ્લિક રિલેશનશિપ ઑફિસરના જણાવ્યા અનુસાર યુનાઇટેડ વે ઑફ મુંબઈ દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતી શાળા અને હૉસ્પિટલ્સે યુનાઇટેડ વેની વેબસાઇટ ઉપર ૧૫ નવેમ્બર સુધી નોંધણી કરાવવાની રહેશે.

mumbai mumbai news