પ્રેમી પંખીડાંઓ માટે મુંબઈની હોટેલોના દરવાજા બંધ

21 February, 2019 08:28 AM IST  |  | ફૈઝાન ખાન અને અનામિકા ઘરત

પ્રેમી પંખીડાંઓ માટે મુંબઈની હોટેલોના દરવાજા બંધ

મિડ ડેએ કર્યું રિયાલિટી ચેક

મુંબઈ શહેરમાં અપરિણીત યુગલોને હોટેલમાં રૂમ મળતી નથી. શહેરની ટોચની ત્રણ અને ચાર તારક હોટેલો માત્ર પરિણીત યુગલોને જ રૂમ આપે છે અને તેમની આ નીતિ માટે હોટેલ મૅનેજમેન્ટ નૈતિકતાના માપદંડો ધરાવતી પોલીસ પર જવાબદારી ઢોળે છે. જોકે ‘મિડ-ડે’એ સ્થાનિક પોલીસનો સંપર્ક કરતાં તેમણે કોઈ પણ હોટેલને આવા નર્દિેશ આપ્યા હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

૨૦૧૫ના ઑગસ્ટમાં મુંબઈ પોલીસે મઢ આઇલૅન્ડ અને આક્સા બીચ પરની જાણીતી હોટેલો અને બીચ પરની રૂમો પર રેઇડ પાડીને લગભગ ૪૦ જેટલાં યુગલોને પકડ્યાં હતાં. આ વાતે ઘણો ઉહાપોહ મચ્યો હતો અને વેશ્યાવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની મળેલી માહિતીના આધારે કોઈ પણ પ્રકારની ચોકસાઈ કર્યા વિના અભદ્ર વ્યવહારના આરોપ સાથે અનેક યુગલો પાસેથી દંડ વસૂલવા અને યુગલોને અપમાનિત કરવા બદલ મુંબઈ પોલીસની ઘણી નિંદા કરવામાં આવી હતી. આ ઘટના પરથી પાઠ ભણીને પોલીસ વિભાગે શહેરમાં મૉરલ પોલીસિંગ બંધ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. આ ઘટનાને ચાર વર્ષ વીતવા છતાં હજી પણ અપરિણીત યુગલોને મુંબઈની હોટેલોમાં રૂમ આપવામાં આવતી નથી.

નામ ન આપવાની શરતે અનેક વાચકોએ કરેલી અગણિત ફરિયાદને પગલે ફરિયાદની ખરાઈ પુરવાર કરવા ‘મિડ-ડે’ના રર્પિોટર્સે યુગલનો સ્વાંગ રચીને શહેરની અનેક હૉસ્પિટલોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં જાણવા મYયું હતું કે શહેરની અને પરાંની લગભગ બધી હોટેલોમાં શહેરનાં અપરિણીત યુગલોને રૂમ આપવામાં આવતી નથી. હોટેલો પોતાના આ પ્રકારના વર્તન માટે સ્થાનિક પોલીસના આદેશનું કારણ આગળ ધરે છે.

લગભગ ડઝન કરતાં વધુ હોટેલ-સ્ટાફ સાથે વાત કરતાં જણાયું હતું કે મુંબઈ બહારથી આવનારાં યુગલો પરિણીત હોય કે અપરિણીત તેમને રૂમ આપવામાં આવે છે, પરંતુ શહેરનાં અપરિણીત યુગલોને આઈડી કાર્ડ રજૂ કરવા છતાં રૂમ આપવામાં આવતી નથી. યુગલમાંથી એક વ્યક્તિ શહેરની હોય અને બીજી બહારથી આવી હોય તો એવા સંજોગોમાં પણ રૂમ આપવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ મુંબઈ: થાણેના મોલમાં ઘૂસ્યો દીપડો, ફોરેસ્ટ અધિકારીઓએ છોડાવ્યો

‘મિડ-ડે’ના પ્રતિનિધિઓએ શહેરની અનેક ત્રણ અને ચાર તારક હોટેલોની મુલાકાત લીધી હતી. તેમણે પોતાનાં કાયદેસર માન્ય ઈડી કાર્ડ દેખાડ્યાં હોવા છતાં રૂમ મળી શકી નહોતી. વેબસાઇટ પર પોતાને યુગલો માટે ફ્રેન્ડ્લી ગણાવતી કેટલીક હોટેલોએ પણ અમારા રિરોપોર્ટરોને રૂમ આપવાની મનાઈ ફરમાવી હતી.

mumbai news