દાદરના ગડકરી ચોકથી સિદ્ધિવિનાયક મંદિર સુધી નવી બસ સર્વિસ

07 September, 2019 01:04 PM IST  |  મુંબઈ

દાદરના ગડકરી ચોકથી સિદ્ધિવિનાયક મંદિર સુધી નવી બસ સર્વિસ

બસ સર્વિસ

બેસ્ટ બસ સમિતિ દ્વારા દાદર વિસ્તારમાં ગડકરી ચોકથી સિદ્ધિવિનાયક મંદિર સુધી બેસ્ટ બસ માટે નવો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. દાદરના રામગણેશ ગડકરી ચોક જનારા કોહિનૂર સ્કવેર બિલ્ડિંગમાં કોમન પાર્કિંગ એરિયાનો સૌથી વધુ ઉપયોગ થયો હોવાથી આ ચોકથી સિદ્ધિવિનાયક મંદિર સુધી બેસ્ટ બસનો નવો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણો ભાવિક ભક્તો પોતાનાં વાહનો કોમન એરિયાના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી મંદિર સુધી બસ દ્વારા જઈ શકશે.

આ ઉપરાંત બેસ્ટ બસ ડેપોમાં સ્કૂલ બસ પાર્કિંગ માટેના પાર્કિંગ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સ્કૂલ બસ અસોસિએશને કરેલી માગણી અનુસાર મહાનગરપાલિકાના કોમન પાર્કિંગ પ્લોટનો ૫૦ ટકા કરતાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : 5 કિલ્લા ભાડે આપવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ

ગણેશવિસર્જન દરમ્યાન વધારાની ૧૮ બસો દોડાવાશે

ગણેશોત્સવને ધ્યાનમાં રાખી મુંબઈના વિવિધ વિસ્તારોમાં ૮થી ૧૨ સપ્ટેમ્બર દરમ્યાન રાત્રે ૧૧.૧૫ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કુલ ૧૮ વધારાની બસ-સેવા શરૂ કરવામાં આવી છે, ઉપરાંત બાંદરા ખાતે માઉન્ટ મેરી જાત્રા માટે ભીડને ધ્યાનમાં રાખી બાંદરા બસ સ્ટેશન(પશ્ચિમ)થી હિલ રોડ (મહેબૂબ સ્ટૂડિયો) સુધી વધારાની બસ-સેવા ચલાવવામાં આવશે.

mumbai news siddhivinayak temple dadar