યુતિ જનતા માટે નહીં, માતોશ્રીના સ્વાર્થ માટે થઈ : નારાયણ રાણે

20 February, 2019 11:15 AM IST  | 

યુતિ જનતા માટે નહીં, માતોશ્રીના સ્વાર્થ માટે થઈ : નારાયણ રાણે

નારાયણ રાણે

શિવસેના-BJP વચ્ચે યુતિ થશે જ એવી ભવિષ્યવાણી મેં પહેલેથી કરી હતી એમ જણાવતાં મહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષના પ્રમુખ અને સાંસદ નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘યુતિ થઈ તો પણ બન્ને પક્ષોના નેતાઓના ચહેરા પર ખુશી દેખાતી નહોતી. તુઝ માઝ જમે ના, તુજ્યા વચુન કરમે ના (તારી સાથે બને પણ નહીં અને તારા વગર ચાલે પણ નહીં) જેવી આ યુતિ છે.’

શિવસેના-BJPને એક બાજુ સત્તા ભોગવવી છે તો બીજી તરફ એકબીજાની ટીકા પણ કરવી છે એમ જણાવતાં નારાયણ રાણેએ ઉમેયુંર્ હતું કે ‘માતોશ્રીના સ્વાર્થ અને બચાવ માટે આ યુતિ કરવામાં આવી છે. યુતિનો કોઈ ફાયદો બન્ને પક્ષોને થશે નહીં. બન્નેના મન હજી મળ્યા નથી. શિવસૈનિક અને BJPના કાર્યકરો નારાજ છે. યુતિ થયાનું સમાધાન કશે જ નથી. સંજય રાઉતે પોતાની ફજેતી કરી છે. જેવું બોલે છે એવું શિવસેના કરી બતાવતી નથી. સંજય રાઉતે BJPના વિરોધમાં ઘણું બધું લખ્યું હતું. હવે શિવસેના પાસે કોઈ નીતિમત્તા બચી નથી. બાળાસાહેબ હતા ત્યારે એ હતી.’

મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિષયમાં બોલતાં નારાયણ રાણેએ શિવસેના પર જોરદાર વાર કર્યો હતો.

આ પણ વાંચો : 2500 કિલો નકલી પનીર બાદ હવે વસઈમાં 250 કિલો અખાદ્ય મીઠાઈ જપ્ત

દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મુંબઈ મહાનગરપાલિકામાં થયો એમ જણાવતાં નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર કરી કમાયેલા પૈસા બચાવવા કેવી રીતે એની માટે યુતિ કરવામાં આવી છે. સ્વબળ પર લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. BJPના ૨૫ મતદારસંઘોમાં લડવાની તૈયારી શિવસેનાએ બતાવી હતી. હવે ત્યાં તેઓ BJPને મત આપશે?’

narayan rane mumbai news bharatiya janata party