સુધરાઈએ મહિલાઓને કહ્યું અમારા વોશરૂમનો ઉપયોગ કરો

06 February, 2020 07:06 PM IST  |  Mumbai Desk | prajkta kasale

સુધરાઈએ મહિલાઓને કહ્યું અમારા વોશરૂમનો ઉપયોગ કરો

જાન્યુઆરી ૨૦૧૯માં પબ્લિક ટોઇલેટના નિર્માણ માટે ૪૨૨ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. પ્રતીકાત્મક તસવીર.

જો તમે એક સ્ત્રી છો અને તમને વૉશરૂમની તાત્કાલિક જરૂર ઊભી થાય તો તમે નજીકની બીએમસી વૉર્ડ ઑફિસ પર કે અન્ય કોઈ પણ મહાનગરપાલિકાની ઑફિસના વૉશરૂમનો ઉપયોગ કરી શકો છો. હા, આ સાચું છે. યોજના પ્રમાણે કમ્યુનિટી ટૉઇલેટ્સ અને પબ્લિક ટૉઇલેટ્સ ઊભાં કરવામાં નિષ્ફળ નીવડ્યા પછી બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) મહિલાઓ માટે તેનાં શૌચાલયો ખુલ્લાં મૂકશે.

જો આ દરખાસ્ત પસાર થ જશે તો મહિલાઓ બીએમસીની ૨૪ વૉર્ડ ઑફિસો, ફાયર બ્રિગેડ સ્ટેશનો, મ્યુનિસિપલ માર્કેટ્સ, એન્જિનિયરિંગ હબ, હૉસ્પિટલો તથા ડિસ્પેન્સરીનાં શૌચાલયો વાપરી શકશે.

જાન્યુઆરી, ૨૦૧૯માં ૧૧૬૭ શૌચાલયો બાંધવાનું વચન આપવા સામે કૉર્પોરેશન ફક્ત આઠ શૌચાલયો જ ઊભાં કરી શક્યું હતું. પોતાનું વચન ન પાળી શકતાં મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ બીએમસીની કચેરીઓ તથા સુવિધાઓનાં શૌચાલયોમાં મહિલાઓને પ્રવેશવા દેવાની દરખાસ્ત કરી છે.

જોકે આ પ્લાન બીએમસીના ગૃહમાં બજેટ પસાર થઈ ગયા બાદ અમલમાં આવશે. આ નિર્ણય મહિલાઓ માટે એક સારું પગલું છે, ત્યારે સલામતીના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કૉર્પોરેશનની કચેરીઓમાં પ્રવેશ અંગે ચર્ચા કરવી જરૂરી બની રહે છે. વળી આ નિર્ણય શહેરમાં શૌચાલયો સંદર્ભે સુવિધાની સ્થિતિ મામલે ક્ષમાયાચનાને ઉજાગર કરે છે. સંખ્યાબંધ યોજનાઓ, પ્લાન અને ખાતરીઓ છતાં બીએમસીએ ગત વર્ષના પ્લાન પ્રમાણે એક ટકા સુધ્ધાં શૌચાલયોનું નિર્માણ કર્યું નથી.

રાઇટ ટુ પી મૂવમેન્ટ સાથે સંકળાયેલાં કાર્યકર્તા મુમતાઝ શેખના જણાવ્યા પ્રમાણે ‘બે વર્ષ અગાઉ મહિલાઓને સરકારી કચેરીઓનાં શૌચાલયોનો ઉપયોગ કરવા દેવા અંગેનો એક પરિપત્ર આવ્યો હતો, પરંતુ તેનો અમલ થયો ન હતો, હવે બજેટમાં તેનો ઉલ્લેખ છે.’
અક્ષરા ફાઉન્ડેશનનાં કૉ-ડિરેક્ટર નંદિતા શાહના જણાવ્યા પ્રમાણે ‘બીએમસીનું આ આવકાર્ય પગલું છે, પરંતુ બીએમસી સંકુલનાં શૌચાલયો પણ સ્વચ્છ નથી હોતાં. આ પરવાનગીથી વધુ જાહેર શૌચાલયોનાં બાંધકામ અને તેમની જાળવણીની કામગીરીમાં વિક્ષેપ ઊભો ન થવો જોઇએ.’ સાથે જ તેમણે સલામતીના પ્રશ્નો તરફ પણ ધ્યાન દોર્યું હતું.

mumbai mumbai news brihanmumbai municipal corporation