સાપ્તાહિક રજાના દિવસે નદીની સફાઈ કરે છે પનવેલના યુવાનો

06 May, 2019 11:38 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

સાપ્તાહિક રજાના દિવસે નદીની સફાઈ કરે છે પનવેલના યુવાનો

સુકાઈ ગયેલી નદી સાફ કરી રહેલા પનવેલના યુવાનો.

પનવેલમાં પાણીપુરવઠાનાં તળાવો, જળાશયો તથા અન્ય સાધનોની જાળવણીમાં પનવેલ મહાનગરપાલિકાની બેદરકારીથી કંટાળેલા યુવાનોએ રવિવાર કે અઠવાડિક રજા અથવા અન્ય કોઈ રજાના દિવસે ગાડી નદીની સફાઈની પ્રવૃત્તિ શરૂ કરી છે. ગયા વર્ષે ચોમાસું સારું ગયું અને જળાશયો-બંધો છલકાયાં હતાં છતાં પનવેલ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની તંગી ક્યારેક પરેશાન કરતી હતી.

પનવેલની ગાડી નદી લગભગ સૂકાઈ રહી હોવાથી શહેરની હાઉસિંગ સોસાયટીઓને ટૅન્કર્સ બોલાવવાની ફરજ પડે છે. પનવેલ, ન્યુ પનવેલ, કળંબોલી, કમોથે અને ખારઘરમાં હાલમાં પાણીપુરવઠાની ગંભીર સમસ્યા ઊભી છે.

આ પણ વાંચો : મુંબઈ: અંધેરીના યારી રોડ પર સિલિન્ડર બ્લાસ્ટને લીધે લાગી ભીષણ આગ

પનવેલના રહેવાસી અને નિસર્ગમિત્ર નામના ગ્રુપના સભ્ય ધનંજય મંડને શહેરનાં જળાશયો કે પાણીપુરવઠો મેળવવાનાં અન્ય સાધનોને સ્વચ્છ કરવાનો નર્ધિાર કર્યો. ૩૫ વર્ષના ધનંજય મંડને જણાવ્યું હતું કે ‘આપણે આપણી નદીઓ અને અન્ય વૉટર રિસોર્સિસ ચોખ્ખાં રાખતાં નથી એથી એમાંથી પાણી આપણે વાપરી શકતા નથી. ગાડી નદીમાં કારખાનાંના કચરા અને રસાયણોના નિકાલ વિશે અમે ફરિયાદ કરી અને સરકારી તંત્રે કારખાનાંના નકામા પદાર્થો અને દૂષિત પાણી ઠાલવવાની પ્રવૃત્તિ બંધ કરવાની ખાતરી આપી, પરંતુ અમે અમારી જાતે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. નિસર્ગ ગ્રુપની હાકલને સારો પ્રતિસાદ મYયો છે. આસપાસનાં ગામડાંના લોકો પણ અમારા અભિયાનમાં જોડાયા છે. રવિવારે કે અન્ય રજાના દિવસે જ્યારે સમય મળે ત્યારે લગભગ ૮૨ જણ ગાડી નદીનો ખુલ્લો પટ સ્વચ્છ કરવાનો પરિશ્રમ કરીએ છીએ. વરસાદ આવે ત્યારે નદીમાં ભરપૂર પાણી ભરાય અને અમને વર્ષ દરમ્યાન પાણીની તંગીનો સામનો કરવાની નોબત ન આવે એની તકેદારી રાખીએ છીએ.’ જોકે પનવેલ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ પણ નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવાની યોજનાઓ ઘડવામાં આવી હોવાનો દાવો કરે છે.

panvel mumbai news mumbai