મુંબઈ હજીય રહેશે ઠંડા-ઠંડા, કૂલ-કૂલ

19 January, 2020 01:27 PM IST  |  Mumbai Desk

મુંબઈ હજીય રહેશે ઠંડા-ઠંડા, કૂલ-કૂલ

દેશની ઉત્તર દિશામાં ઠંડીની ચાદર પથરાઈ ગઈ હોવાથી મુંબઈના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો હતો. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૯ ડિગ્રી સુધી આવી ગયો હતો અને હજી થોડા દિવસ કડકડતી ઠંડીની અસર મુંબઈગરાને માણવા મળશે એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં શીત લહર છવાઈ હતી જેની અસર શુક્રવારે મુંબઈમાં સીધી દેખાઈ હતી. શુક્રવારનો દિવસ મુંબઈ માટે સૌથી ઠંડો રહ્યો હતો અને છેલ્લાં ૧૦ વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. અચાનક જ ઠંડી વધી જવાથી મુંબઈગરાએ સ્વેટર અને કાનટોપી જેવી ખરીદી કરવા માટે બજારમાં ગિરદી કરી હતી.

તાપમાનમાં આવેલા પલટા અને સૂસવાટા મારતા પવનને કારણે મુંબઈમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવામાન ખાતાના અધિકારીના જણાવવા મુજબ મુંબઈનું વાતાવરણ હજી થોડા દિવસ આવું જ રહેશે અને તાપમાનનો પારો હજી થોડો નીચે જવાની શક્યતા છે. ઠંડી વધી રહી હોવાથી મુંબઈગરાએ હજી થોડા દિવસ સુધી તાપણું શેકવું પડશે. 

mumbai news mumbai