મુંબઇમાં તાપમાનનો પારો નીચે સરક્યો, 31 જાન્યુઆરી સુધી રાખજો સ્વેટર

29 January, 2020 04:57 PM IST  |  | Mumbai Desk

મુંબઇમાં તાપમાનનો પારો નીચે સરક્યો, 31 જાન્યુઆરી સુધી રાખજો સ્વેટર

પ્રતિકાત્મક તસવીર - પ્રદિપ ધીવાર

મુંબઇનુ તાપમાન હંમેશ કરતાં ઘણું નીચે જઇ રહ્યું હોવાનું વર્તાય છે. ઇન્ડિયા મિટીરીયોલોજિકલ ડિપાર્ટમેન્ટ અનુસાર શહેરનું તાપમાન હજી 9.2 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે અને આ વીકેન્ડમાં સાત ડિગ્રી સેલ્સિયસ પર પહોંચે એવી શક્યતા છે.

છેલ્લા અઠવાડિયામાં શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી હતું અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. મહારાષ્ટ્રના જલગાંવ, ઓરંગાબાદ, માલેગાંવ, પુના અને નાશિક જેવા અન્ય શહેરોમાં પણ ઠંડીની લહેર છે. તાપમાનમાં આ ઘટાડાનું કારણ સતત ફુંકાતા ઊત્તરિય પવનો છે.

ઇન્ડિયન મિટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટનાં કે એચ હોસાલિકરે કહ્યુ કે હજી બે  દિવસ સુધી તાપમાન નીચું રહેવાની શક્યતાઓ છે. બીજી તરફ દિલ્હીની સવાર વધારે ઠંડી રહી કારણકે રાત્રે ત્યાં વરસાદનાં છાંટા પડ્યા અને વાતાવરણાં ભેજનું પ્રમાણ વધીને 98 ટકા થઇ ગયું. મિટીરિયોલોજિકલ વિભાગનાં અધિકારીએ કહ્યું કે સામાન્ય તાપમાન કરતાં એક વધારે એમ લઘુત્તમ તાપમાન 10.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

mumbai mumbai weather delhi